1. Home
  2. ગુજરાતી
  3. મમતા સરકારે અપરાજિત બિલ સાથે રાજ્યપાલને ટેક્નિકલ રિપોર્ટ ના મોકલ્યો
મમતા સરકારે અપરાજિત બિલ સાથે રાજ્યપાલને ટેક્નિકલ રિપોર્ટ ના મોકલ્યો

મમતા સરકારે અપરાજિત બિલ સાથે રાજ્યપાલને ટેક્નિકલ રિપોર્ટ ના મોકલ્યો

0
Social Share
  • રાજ્યપાલે મમતા સરકારના વલણને લઈને નારાજગી વ્યક્ત કરી
  • સરકારે મહિલાઓને લગતા બિલને લઈને કોઈ તૈયારી કરી નથીઃ રાજભવન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝે કહ્યું કે, મમતા સરકારના કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો નથી. ટેક્નિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી આપી શકાય નહીં. રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલ આનંદ બોઝ મમતા સરકારના આ વલણથી ખુશ નથી. મમતા સરકારે મહિલાઓને લગતા આ બિલને લઈને કોઈ તૈયારી કરી નથી.

રાજભવનના જણાવ્યા અનુસાર, મમતા સરકાર ભૂતકાળમાં પણ આવું કરતી રહી છે. અગાઉ પણ મમતા સરકારે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઘણા બિલોના ટેક્નિકલ રિપોર્ટ રાજભવનને મોકલ્યા ન હતા, જેના કારણે આ બિલો પેન્ડિંગ થઈ ગયા હતા. પાછળથી મમતા સરકારે આ માટે રાજભવનને જવાબદાર ઠેરવ્યું હતું. કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની બળાત્કાર-હત્યા બાદ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જે બાદ રાજ્ય સરકારે 3 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું હતું.

આ બિલ અનુસાર પોલીસે રેપ કેસની તપાસ 21 દિવસમાં પૂરી કરવાની રહેશે. વિધાનસભામાં બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલને મોકલવામાં આવ્યું હતું. અહીંથી પસાર થયા બાદ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. અહીંથી મંજૂરીની મહોર મળ્યા બાદ જ આ બિલ કાયદામાં પરિવર્તિત થશે.

રાજ્યપાલ આનંદ બોઝે આ બિલને આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશના બિલની નકલ ગણાવી છે. તેમણે કહ્યું કે, આવા બિલ પહેલાથી જ રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. લોકોને છેતરવા માટે મમતા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code