Site icon Revoi.in

ગુજરાતનો આ વ્યક્તિ પાકિસ્તાનથી 13 વર્ષ બાદ દેશમાં પરત ફર્યો – જણાવી પોતાની દુઃખ ભરી આપવીતી 

Social Share

અમદાવાદઃ-ગુજરાતના કચ્છ ગુજરાતના કચ્છ જજિલ્લાના રહેવાસી ઇસ્માઇલ સમા વિતેલા અઠવાડીયે જ્યારે પોતાના વતન અને ઘરે પરત ફર્યો ત્યારે ગામમાં આનંદનો માહોલ હતો, ઇસ્માઇલના સબંધીઓ મોટી સંખ્યામાં તેમની મુલાકાત લેવા આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક મસ્જિદના લોકોએ પણ સમા પરત ફરતાં ખુશી વ્યક્ત કરી હતી.

ઈસ્માઈલ સમાના ગામમાં તેના આગમનની ખુશી આટલી બધી કેમ હતી તમને સવાલ થશે,તો વાત જાણે એમ હતી કે ઈસ્માઈલ સમા 13 વર્ષના લાંબા સમયગાળા પછી પાકિસ્તાનથી ભારત પાછો આવ્યો હતો. 2008 માં, સમા અજાણતાં પાકિસ્તાનની સીમા પર ગયો હતો અને પાકિસ્તાનીઓએ જાસૂસીના આરોપમાં  તેની ધરપકડ કરી હતી બસ ત્યારથી સમા ત્યા જ હતો.

ભારત પરત ફર્યા બાદ ઈસ્માઇલ સમાએ કહ્યું કે કેવી રીતે પાકિસ્તાનની સીમમાં પ્રવેશ કરીને તેની ધરપકડ કરવામાં આવી અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેના પર કેવા કેવા અત્યાચાર ગુજારવામાં આવ્યા. આ સિવાય પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓએ તેને જાસૂસીની કબૂલાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાનની સરહદથી આશરે 60 કિલોમીટર દૂર કચ્છના નાના દિનારા ગામનો ઇસ્માઇલ સમા 13 વર્ષ પહેલા પોતાના ઢોર ચરાવવા દરમિયાન આકસ્મિક રીતે પાકિસ્તાનમાં પ્રવેશ્યા હતા. તે સમયે તેમને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા,ત્યારબાદ સમાને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ આઈએસઆઈને હવાલે કર્યો હતો.

ઇસ્માઈલે કહ્યું કે આઈએસઆઈ દ્વારા છ મહિના સુધી ત્રાસ આપવામાં આવ્યો હતો. દરમિયાન એજન્સીએ તેને ભારતીય જાસૂસ હોવાનું કબૂલાત કરાવવાનો પ્રયત્ન કર્યો. જોકે, ઇસ્માઈલે આ કદી સ્વીકાર્યું નહીં. ઇસ્માઇલના કહેવા પ્રમાણે, તેમને ત્રણ વર્ષ સુધી પાકિસ્તાનના હૈદરાબાદમાં સૈન્ય સુવિધામાં રાખવામાં આવ્યા હતા

સાહિન-