Site icon Revoi.in

બે બોટલ દારૂ પીધા પછી પણ નશો ન ચઢતા આ વ્યક્તિએ કરી દીધી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

Social Share

 

ભોપાલ- મધ્યપ્રદેશની એક આશ્ચર્ય જનક ઘટના સામે આવી છે, પ્રાત જાણકારી પ્રમાણે એક તરફ શિવરાજ સિંહ ચૌહાણની સરકાર ભેળસેળ સામે કડક કાર્યવાહી કરી માફિયાઓ પર બુલડોઝર ચલાવી રહી છે ત્યારે રાજ્યમાં દારૂમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે. 

વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક દારૂડિયાએ રાજ્યના ગૃહમંત્રીને ફરિયાદ મોકલી છે. તે પુરાવા તરીકે દારૂની બે બોટલ સાથે એક્સાઇઝ પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો હતો.

આ વ્યક્તિનું નામ છે લોકેન્દ્ર સેઠિયા, એક્સાઈઝ સ્ટેશનમાં લોકેન્દ્ર સેઠિયાને જોઈને એક્સાઈઝ ઓફિસર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાદમાં અધિકારીએ તેમને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. વ્યક્તિએ જણાવ્યું કે તેણે દારૂની 2 બોટલ પીધી પરંતુ તેમ છતાં તેણે નશો  ચઢ્યો ન હતો. તેમણે કહ્યું કે આ દારૂ કેવી રીતે છે, નશો તો નથી થતો. કોન્ટ્રાક્ટરો પાણી ભેળવીને આપી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરો.

આ ઘટના છે વા 12 એપ્રિલના રોજનીસ, દેશી દારૂની બે બોટલ પીધા બાદ ફરિયાદ કરવા આબકારી વિભાગ આ વ્યક્તિ પહોંચ્યો હતો. તેણે ફરિયાદ કરી હતી કે તેમાં નશો નથી, તેમાં પાણી ભળે છે. આ શખ્સ પુરાવા તરીકે દારૂની બે બોટલ સાથે પણ પહોંચ્યો હતો. તેણે કહ્યું કે જો તમને ખાતરી ન હોય તો દારૂ તપાસો. કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવેલ આ છેતરપિંડીની નોંધ લઈને કાર્યવાહી કરો.

પરંતુ 6 મે સુધી પણ વ્યક્તિની ફરિયાદ સાંભળવામાં આવી ન હતી, તેથી તેણે હવે ગ્રાહક ફોરમમાં જવાની વાત કરી. તેણે કહ્યું કે હું પણ કાર્યવાહી ઈચ્છું છું જેથી જે લોકો દારૂ પી રહ્યા છે તેમની સાથે ન્યાય થવો જોઈએ. હું કમાઉ છું અને પીઉં છું પણ પીનારાઓ સાથે જ ન્યાય જરૂરી છે.