Site icon Revoi.in

પોલીસ ગ્રેડ-પેના મુદ્દે એફિડેવિટ કરવાના મામલે નાણા વિભાગને રજુઆત કરી છેઃ હર્ષ સંઘવી

Social Share

ગાંધીનગરઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પેને બદલે વચગાળાની રાહત આપવાની  જાહેરાત કરવામાં આવી હતી. ગ્રેડ-પેના મુદ્દાને લઈને પોલીસ વિભાગમાં ભારે અસંતોષ હોવાને કારણે આખરે ગૃહ વિભાગે પેકેજ તો જાહેર કર્યું પરંતુ એફિડેવિટનો મુદ્દો પોલીસ વિભાગ માટે આંતરિક અસંતોષનો વધી રહ્યો હતો. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવા ફાઇનાન્સ વિભાગને રજૂઆત કરી છે, તે મંજૂરી આપશે એવી આશા છે.

રાજ્યમાં  છેલ્લા ઘણા સમયથી પોલીસ બેડામાં  ગ્રેડ-પેનો  મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે, પોલીસ પરિવાર દ્વારા લડત કરાયા બાદ ગૃહ વિભાગ દ્વારા ગ્રેડ-પેના બદલે એક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને તે પેકેજને અનુસંધાને એક એફિડેવિટ  કરવાની જાહેરાત કરવામાં આવી હતી.  જાહેરાત કરતા જ પોલીસ કર્મચારીઓમાં  મૂક રોષ જોવા મળી રહ્યો છે, આ એફિડેવિટને લઈને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીને પ્રશ્નો પૂછાતા તેમણે જણાવ્યુ હતુ કે, પોલીસના એફિડેવિટનો જે વિષય છે રિસર્ચ કરીને લાવવામાં આવ્યો છે. આ નિર્ણય કોઈ ગૃહ વિભાગનો નથી પણ ફાઇનાન્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેના આધારે એફિડેવીટ મંગાવવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એફિડેવિટ રાજ્યમાં જે પણ સંસ્થામાં પગાર વધારા દરમિયાન કરાવવામાં આવતી હોય છે તે પ્રકારની છે. પરંતુ પોલીસ વિભાગમાં પ્રથમ વખત આ પેકેજ જાહેર કરાયુ છે. જેથી આ ગુજરાત પોલીસ કર્મીઓએ આ એફિડેવિટ કરવી જરૂરી બને છે. પોલીસ કર્મચારીઓને જે પેકેજ અપાયું છે છે. જેમાં પોલીસ કર્મચારીઓને એફિડેવિટ ન કરવી પડે તેવો નિર્ણય અમે કર્યો છે. નાણા વિભાગને રજુઆત કરી છે. અને આ અંગે ટુંકમાં નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રેડ પેના બદલે જે પેકેજ આપવામાં આવ્યું છે, જેમાં એફિડેવિટના મુદ્દે પોલીસ કર્મચારીઓમાં  અસંતોષ જોવા મળી રહ્યો છે.  તેને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈ એફિડેવિટના કોઈ નવો રસ્તો કાઢવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.અને નાણાં વિભાગને આ એફિડેવિટ કાઢી નાખવા માટે રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆતને લઈને નાણા વિભાગ દ્વારા  ફાઇનલ મંજૂરી અપાશે. તો આ અંગે પોલીસ કર્મચારીઓને જાણ કરવામાં આવશે.

સંઘવીએ જણાવ્યું હતું કે  ગ્રેડ પે ના આધારે દર મહિને મળતી રકમ કઈ રીતે વધે તે મહત્વનું છે. સાથે દેશના અલગ અલગ રાજ્યમાં આટલા ટકાનો વધારો એક સાથે ક્યારેય નથી થયો. રાજકીય લોકો પોલીસ સ્ટાફને અલગ દિશામાં લઇ જવાના પ્રયત્નો કરે છે.ગુજરાત સરકાર પોલીસની નાની સમસ્યા દૂર કરવા સરકાર કટિબદ્ધ છે. ગુજરાત પોલીસની દાદ ફરિયાદ કમિટી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.નાણાં વિભાગ અમને મંજૂરી આપશે તો અમે એફિડેવિટ હટાવી દઈશું.