Site icon Revoi.in

રાજ્યસભામાં વિપક્ષી નેતાઓના જાસુસીનો મામલો ગુંજ્યો

Social Share

નવી દિલ્હીઃ દેશમાં વિપક્ષના નેતાઓના મોબાઈલ ફોન હેક કરવા મામલે અગાઉ વિવાદ વકર્યો હતો. ફરી એકવાર વિપક્ષી નેતાઓના મોબાઈલ હેકિંગ-ટ્રેકિંગનો મામલો ફરી એકવાર રાજ્યસભામાં ગુંજ્યો હતો. જો કે, સરકારે ફરી એકવાર પોતાના તરફથી કોઈ હેકીંગ અને ટ્રેકિંગ કરવામાં આવતા હોવાનો ઈન્કાર કર્યો હતો.

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સવાલ કર્યો હતો કે, સરકાર તરફથી વિપક્ષના કેટલાક નેતાઓના મોબાઈલ ઉપર એવા સંદેશ આવી રહ્યાં છે કે, તેમના મોબાઈલની જાસુસી થઈ રહી છે. શું સરકાર પાસે આ અંગે કોઈ જાણકારી છે. આમ આદમી પાર્ટીના સાંસદએ કરેલા સવાલનો જવાબ કેન્દ્રીય મંત્રી જતિન પ્રસાદે આપ્યો હતો.

કેન્દ્રીય મંત્રી જતિન પ્રસાદે જણાવ્યું હતું કે, સરકાર તરફથી એવી કોઈ હેકિંગ અને ટ્રેકિંગ કરવામાં આવતું નથી. સરકારના વિભાગ દ્વારા એપલનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે કે, આખરે તેમણે પોતાના વપરાશકારોને આવા સંદેશ કેમ કર્યાં ?

(PHOTO-FILE)