- પીએમ મોદી અને મિશ્રના રાષ્ટ્રપતિ વચ્ચે થઈ વાતચીત
- સંરક્ષણ ક્ષેત્રમાં બન્ને દેશો સાથે કામ કરશે
દિલ્હીઃ- આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશ્રના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી, મિશ્રના રાષ્ટ્રપતિ અબ્દેલસ ફતહ અલ સીસી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ખાસ બેઠક યોજી હતી. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ માનતાવાદ માટે જોખમી છે. આતંકવાદ સામે વિશ્વે સાથે મળીને કામ કરવું જોઈએ. સાથે જ સંરક્ષણ ઉદ્યાગને મજબૂત બવાના માટે ગુપ્ત માહિતીને આદાન પ્રદાન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કટ્ટરપંથ માટે પણ બન્ને દેશો સાથે મળીને કામ કરવા બાબતે સહમતિ દર્શાવી છે.
આ સાથે જ પીએ મ મોદીએ કહ્યું કે ભારત અને મિશ્ર જૂના સાથી રહ્યા છે આ પહેલા મિશ્રના રાષ્ટ્રપતિને આપણા રાષ્ટ્રપતિ દ્રોપદીજી મુર્મુ દ્રારા કરવામાં આવ્યું . આ પછી મિશ્રના રાષ્ટ્રપતિને ગાર્ડઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે તે તેઓ ગણતંત્ર દિવસે મિશ્રના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યુ છે.
કોરોના મહામારી બાદ ભારત અને ઇજિપ્ત વચ્ચેના વેપારમાં તેજી આવી છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારત અને ઇજિપ્ત વચ્ચેનો વેપાર $7.26 બિલિયન રહ્યો હતો અને પાછલા વર્ષોની સરખામણીમાં તેમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
આ સાથે જ નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 12 અબજ ડોલર સુધી પહોંચવાનો લક્ષ્યાંક ધરાવે છે. ઇજિપ્ત પણ સુએઝ કેનાલનું વિસ્તરણ કરી રહ્યું છે અને ભારત પણ તેમાં રોકાણની તકો શોધી રહ્યું છે. આજે ઇજિપ્તના રાષ્ટ્રપતિ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. અબ્દેલ ફત્તાહ અલ-સીસી મંગળવારે સાંજે 6 વાગ્યે સરકારી ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચ્યા હતા.