Site icon Revoi.in

IPL 2025ની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે

Social Share

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે મેગા ઓક્શનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હવે સત્તાવાર રીતે તારીખ અને સ્થળની જાહેરાત કરી છે. ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળો બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે IPL 2025ની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના મોટા શહેર જેદ્દાહમાં થશે. આ બે દિવસીય હરાજી 24 અને 25 નવેમ્બરે યોજાશે.

કેટલા ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવશે?

BCCIએ હરાજીની વિગતો જાહેર કરી, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વખતે મેગા ઓક્શન માટે કુલ 1574 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. સોમવાર 4 નવેમ્બર ખેલાડીઓની નોંધણીની છેલ્લી તારીખ હતી અને BCCIને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કુલ મળીને 1165 ભારતીય ખેલાડીઓ અને 409 વિદેશી ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે. આ 1574 ખેલાડીઓમાંથી, 320 કેપ્ડ પ્લેયર્સ છે (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે), જ્યારે 1224 અનકેપ્ડ પ્લેયર્સ છે. અને 30 ખેલાડીઓ સહયોગી દેશોની ટીમોના છે. વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ 91 દક્ષિણ આફ્રિકાના છે, જ્યારે પ્રથમ વખત ઇટાલીના ખેલાડીઓએ પણ નોંધણી કરાવી છે.