દિલ્હીઃ- પીએમ મોદીના નેતૃત્વમાં દેશ અનેક મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે હવે 15મી ઓગસ્ટને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે આ વર્ષે 15 ઓગસ્ટે દેશ તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ત્યારે સરકારે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન સાથે આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની યોજના બનાવી છે.
મેરી માટી મેરા દેશ અભિયાનની ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છએ ત્યારે દેશભરમાં આજથી આ અભિયાનનો આરંભ થવા જઈ રહ્યો છે આ અભિયાન 9 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવશે અને સ્વતંત્રતા દિવસ સુધી ચાલુ રહેશે.
દેશભમાં રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે વિતેલા વર્ષ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ચાલ્યું જેને દેશના લોકોએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતુ પછી દેશભરમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે પોતાના ઘરોમાં ત્રિરંગો ફરકાવ્યો. હવે આ વખતે દેશવાસીઓ ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન સાથે આઝાદીનો તહેવાર ઉજવશે.
જાણો મેરી માટી મેરા દેશ અભિયાન શું છે?
પીએમ મોદીએ 30 જુલાી મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં આ અભિયાનની જાહેરાત કરી હતી, ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનમાં વીરોને યાદ કરવા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમની સ્મૃતિમાં, અમૃત સરોવર નજીકની ગ્રામ પંચાયતોમાં સ્મારક તકતીઓ સ્થાપિત કરવામાં આવશે.