- પાણીપુરી વાળાનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ
- પાણી બચાવો નહી તો ખાલી પુરી જ રહી જશે
પાણી બચાવવા માટે સરકાર અનેક જાહેરાતો જારી કરે છે,અવનવી રીતે જનતાને પાણીનો સંભાળીને ઉપયોગ કરવાના સૂચનો આપે છે. આ રીતે લોકોને પાણી બચાવવા માટે જાગૃત કરવામાં આવે છે.પાણી બચાવવાને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ ટ્રેન્ડ અને મેસેજ વાયરલ થતા રહે છે. હવે આ દરમિયાન પાણીપુરીના વિક્રેતાએ લોકોને જાગૃત કરવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી છે. તેમણે લોકોને ખાસ રીતે પાણી બચાવવાનો સંદેશ આપ્યો છે.
પાણીપુરીના એક વિક્રેતા દ્વારા પાણી બચાવવા માટેના પોસ્ટર પર લખાયેલો ખાસ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો તમે પણ આ વાયરલ પોસ્ટર જોશો તો તમને પણ પાણી બચાવવા માટે અનોખી રીતે આપવામાં આવેલો મેસેજ ગમશે.
ઝારખંડ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં તૈનાત ડેપ્યુટી કલેક્ટર સંજય કુમારે એક ફોટો શેર કર્યો છે અને તેણે લખ્યું છે કે પાણી બચાવવાની ચેતવણી આપવાનો કેટલો સર્જનાત્મક રસ્તો છે.
જો તમે પણ આ પોસ્ટર જોશો, તો તમે પાણીપુરી વેચનાર દ્વારા પાણી બચાવવાનો સંદેશ આપવાની રીતની પ્રશંસા કરશો. આ પાણીપુરી વેચનાર ક્યાંનો છે અને તેણે પોતાની દુકાન ક્યાં ખોલી છે તેની કોઈ માહિતી નથી, પરંતુ પાણી બચાવવાના તેના ખાસ સંદેશે લોકોના દિલ જીતી લીધા છે.
ડેપ્યુટી કલેક્ટર સંજય કુમારે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પાણીપુરી વેચનારનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં પાણી વેચનાર નજરે પડે છે. તેની સાથે જ તેની પાસે એક ટોપલી રાખવામાં આવે છે, જેમાં ગોલગપ્પા એક મોટી પોલીથીનમાં રાખવામાં આવે છે.
ગોલગપ્પાથી ભરેલા પોલીથીન પર પોસ્ટર લગાવ્યું છે. આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, પાણી બચાવો નહીં તો પાણી વગરનવી જ પુરી ખાવી પડશે. ભ હવે પાણી બચાવવા માટે લખેલો આ મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.