- હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી
- ગુજરાતમાં પણ વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ
દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી ચક્રવાતનું જોખમ વર્ચતાઈ રહ્યું છે, ચક્રવાત ગુલાબ મંગળવારે પૂર્વ કિનારે અને મધ્ય ભારતમાં ભારે વરસાદ લાવ્યા બાદ નબળું પડ્યું હતું, પરંતુ પશ્ચિમ કિનારે પહોંચ્યા બાદ ફરી શક્તિશાળી થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં રચાયેલા લો પ્રેશર એરિયાની અસરને કારણે દક્ષિણ પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણથી ચાર કલાકમાં કોલકાતા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા સહિત બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
ભારતીય હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણીને લઈને જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ વિદર્ભ અને આજુબાજુના વિસ્તારમાંથી આ દબાણ હવે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું અને મંગળવારે ખૂબ જ નબળું પડ્યું હતું. તે હવે ઉત્તર -પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 24 કલાકમાં ધીરે ધીરે નબળું પડવાની સંભાવના છે
આ સમગ્ર બાબતને લઈને ડિવિઝને જણાવ્યું હતું કે, “આ સિસ્ટમ 30 સપ્ટેમ્બરના રોજ ઉત્તર -પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા ગુજરાત ઉપર ઉભરી આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે અને 24 કલાક દરમિયાન ઉત્તર -પૂર્વ અરબી સમુદ્ર ઉપર તે મજબૂત બનશે.”
હવામના ખાતા એ આગામી બે દિવસ દરમિયાન ગુજરાત, ઉત્તર કોંકણ, ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં ગંગાના મેદાનમાં પણ આગામી બે દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવામાં આવી છે.
ગુજરાતમાં વહેલી સવારથી જ ભારે પવન
હવામાન વિભાગની આગાહી સાચી પડતી જોવા મળી રહી છે આજે બુધવારના રોજ વહેલી સવારથી જ ગુજરાતમાં સુંસવાટા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.વાતાવરણમાં ઠંડક પ્રસરતી જોવા ણળી છે તો સાથે સાથે વરસાદની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. હાલ પણ પવનનું જોર યથાવત જોવા મળી રહ્યું છે.