હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું – સવારથી જ અનેક જગ્યાએ વાદળછાયું વાતારણ બન્યું
- હવામાન વિભાગે વરસાદને લઈને અનેર રાજ્યમાં ચેતવણ આપી
- આજે સવારથી ગુજરાતમાં પણ વાદળછાયુ વાતાવરણ બન્યું
દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ફરી એક વખત વરસાદનું જોર બનચુ જોવા મળી રહ્યું છે હવામન વિભાગે વરસાદને લઈને કેટલાક રાજ્યોમાં ચેતવણી જારી કરી છે તો આજે વહેલી સવારથી જ ગુજરાત.,ઉત્તપર્દેશ અને દિલ્હીનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે,આવી સ્થિતિમાં અનેક રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે.
દેશભરમાંથી વરસાદે 10 દિવસ પહેલા જ દિવાદય લીધી છે જો કે ફરી ચોમાસું સક્રિય થવાને કારણે વિતેલા દિવસને બુધવારે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે દશેરાની મજા પણ બગડી હતી. વરસાદને કારણે હવે હવામાનમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન પણ વાતાવરણ ગરમ રહે છે પરંતુ હવે રાત્રીઓ ઠંડી પડી રહી છે. વાતાવરણ બેવળી ઋુતુનો અનુભવ કરાવી રહ્યું છે.
દેશની રાજધાની જો દિલ્હી-NCRના હવામાનની વાત કરીએ તો 9 ઓક્ટોબર સુધી વાતાવરણ ખુશનુમા રહેશે. દિવસ વાદળછાયું રહેશે અને ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.હાલ અહી હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે 8 ઓક્ટોબર સુધી ચોમાસું સક્રિય રહેશે. જેના કારણે યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા સહિત ઘણા ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડશે.
આ સાથે જ ઉત્તરાખંડમાં 6-7 ઓક્ટોબરના રોજ ભારેથી અતિભારે વરસાદ ની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે વિભાગે અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે લોકોને 8 ઓક્ટોબર સુધી ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં મુસાફરી કરવાથી દૂર રહેવાની અપીલ કરી છે.
આ સહીત વરસાદની સાથે ઠંડો પવન ફૂંકાતા હવે વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ભારતના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. પરંતુ રાતો ઠંડી પડવા લાગી છે. રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન હવે 20 ડિગ્રીએ પહોંચી ગયું છે.વાતાવરણની આ પરિસ્થિતિને જોતા હવે શિયાળાના આગમનનો આરંભ થયો હોવાનો અનુભવ પણ થઈ રહ્યો છે સાથે વપરસાદી ઝાપટા પણ આવી રહ્યા છે.