- આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ
- 2 દિવસ માટે હવામાન વિભાગની આગાહી
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કેટલાક રાજ્યોમાં વરસાદ જ નથી તો ઘણા રાજ્યો મોટા ભાગે વરસાદનો કહેર વેઠઈ રહ્યા છે, સોમાસાની વિદાયની વેળા છે તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પોતાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આગામી 48 કલાક માટે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભઊારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની તાજેતરની માહિતી પ્રમાણે 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ ભાગ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. બંગાળ અને આરબ જૂથોમાં વાદળો ઘેરાયા છે.
18 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર બંગાળની ખાડી પર ચક્રવાતનું પરિભ્રમણ થવાની ધારણા છે. જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી વરસાદની પ્રક્રિયા ચાલુ રહેવાની સંભાવના છે.
આ સાથે જ બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં આગામી બે દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. આગામી 48 કલાક એટલે કે બે દિવસ સુધી યુપીના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે મધ્ય પ્રદેશના મધ્ય ભાગ પર એક નીચા દબાણનો વિસ્તાર ઉત્તર મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી રહ્યો છે. મધ્યપ્રદેશ અને તેની આસપાસના રાજ્યોમાં નીચા દબાણનું ક્ષેત્ર યથાવત છે. જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે.
આ સાથએ જ આગામી 48 કલાક દરમિયાન રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.આગામી 24 કલાકની વાત કરીએ તો 15 સપ્ટેમ્બર એટલે કે આજે ઉત્તર અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
રાજસ્થાનના પૂર્વ ભાગ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં, સક્રિય ચોમાસું અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 15 અને 16 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજરોજ 15 સપ્ટેમ્બરે ઉદયપુર, કોટા અને ભરતપુર જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.