- હવામાન વિભાગનું વરસાદને લઈને એલર્ટ
- મેધાલય અને આસામમાં ભારે વરસાદની ચેતવણી
દેશભરમાં વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળે છે,આવી સ્થિતિમાં નદી નાળાઓ છલકાયા ચે ઘણી જગ્યાઓએ નદીનું સ્તર વધતા જોખમની સ્થિતિ સર્જાય છે ત્યારે હજી આગામી 4 દિવસને લઈને હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ આસામ, મેઘાલય, તમિલનાડુ જેવા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.હાલ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. મધ્યપ્રદેશ અને ઓડિશામાં પૂર જેવી સ્થિતિ છે.
હવામાન વિભાગની આહાગી પ્રમાણે , હિમાચલ પ્રદેશમાં 28 ઓગસ્ટે અને ઉત્તરાખંડમાં 28 અને 29 ઓગસ્ટે ભારે વરસાદ પડશે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27-29 ઓગસ્ટ અને આસામ અને મેઘાલયમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.
બીજી તરફ ઉત્તર દેશમાં પણ વરસાદનો કહેર છે જેને લઈને કેટલાક જિલ્લાઓમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર છે.આ સહીત હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે ણ બે દિવસ પછી 26 ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ ફરી એકવાર પાંચ દિવસ સુધી ચાલશે. તે જ સમયે, દક્ષિણ કર્ણાટકમાં 26 ઓગસ્ટે, તેલંગાણામાં 27 અને 28 ઓગસ્ટે અને તામિલનાડુમાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 26 થી 28 ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશામાં 27 ઓગસ્ટે, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 27-29 ઓગસ્ટે અને દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં 27 અને 28 ઓગસ્ટે મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા સેવાઈ રહી છે. તેવી જ રીતે 28 ઓગસ્ટે વિદર્ભમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે હાલ હિમાચલ પ્રદેશ ,ઇત્તરપ્રદેશમામં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે.