Site icon Revoi.in

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી ત્રણ દિવસ સુઘી ભારે વરસાદની આગાહી કરી

Social Share
રાજ્યમાં ભારે વરસાદના કારણે હવે અનેક સમસ્યાઓ સર્જાય છે.માલદેવતામાં સરખેત-સુવાખોલી રોડને નુકસાન થતાં હાલ પૂરતું ઇમ્પ્રુવાઇઝ્ડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેસીબી દ્વારા બંધલ નદીમાંથી કાટમાળ હટાવીને પ્રવાહને નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે. ચંદ્રબાની ચોયલામાં પણ બુધવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે મકાનો અને રસ્તાઓ કાટમાળ નીચે ધસી ગયા હતા.
અવિરત 4 દિવસથી પડી રહેલા વરસાદના કારણે કેટાક માર્ગો પણ અવરોઘિત બન્યા હતા બીજી તરફ મસૂરી હાઈવે પર પણ માલસીમાં ભૂસ્ખલનને કારણે એક પુલ ધરાશાયી થયો હતો અને ફૂટપાથ સહિત રોડનો મોટો ભાગ ધરાશાયી થયો હતો સહસ્ત્રધારા વિસ્તારમાં જનજીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. ચમાસરી રોડ પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યું  છે.