હવામાન વિભાગે આ વર્ષના પ્રથમ વાવાઝોડાની કરી આગાહી જેનું નામ આપવામાં આવ્યું છે ‘મોચા’
- હવામન વિભાગે વાવાઝોડાની કરી આગાહી
- વાવાજોડા નુમ નામ આપવામાં આવ્યું છે ‘મોચા’
દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદ છાયું વાતાવરણ રહે છે તો કેટલાર શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે વાદળછાયું વાતાવરણ અને હવામાનમાં પલટા વચ્ચે હવામાન વિભાગે આ વર્ષના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે અને આ વાવાઝોડાને મોચા નામ આપવામાં આવ્યું છે, આગામી દિવસોમાં આ વાવઝોડા કહેર વરસાવી શકે છે.
પ્રાપ્ત વિગત અનુસાર હવામાન વિભાગ વિતેલા દિવસને મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને આગાહી કરી છે. જાણકારી અ નુસાર 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ છે
આ ચક્રવાતને લઈને આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની શક્યતા છે. વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરવામાં આવી છે.6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના છે. આ અંગે આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, ‘કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે આ આગાહી કર્યા બાદ ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.દરિયાકાઠાના વિસ્તારો પર આ સમયગાળઆ લદરમિયાન લોકોને ન જવાની સૂચના પણ આપી દેવાઈ છે.આ સાથે સાવચેતી દાખવવનું કહેવામાં આવ્યું છે.
આ ચક્રવાતનું નામ મોચા આપવામાં આવ્યું છે આનામ લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવવામાં આવ્યું હતું આ વાવાઝોડાની અસર પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થવાની ઘારણાઓ છે.
આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મેના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે. લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી પણ ઘારણાઓ છે.