Site icon Revoi.in

હવામાન વિભાગે રાજ્યભરમાં 18 જુલાઈથી આગામી ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની કરીલ આગાહી

Social Share

અમદાવાદઃ- દેશભરમાં ચોમાસુ જામ્યું છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વપસાદનો કહેર જોવા મળી રહ્યો છએ ત્યારે ગુજરાતમાં પણ ભારેથી અતિભાર વરસાદની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે જે મંગળવારથી શરુ થવાની ઘારણાઓ છે.

જાણકારી અનુસાર રાજ્યમાં આગામી મંગળવારથી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત ઉપરાંત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, અમરેલી સહિતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

એટલું જ નહી પરંતુ હવામાન વિભાગે સોમવારથી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરમિયાન ગઇકાલે દિવસ દરમિયાન રાજ્યના 25 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ ભાવનગર જીલ્લાના મહુવામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 50 ટકા વરસાદ થયો છે.
તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. માંડવીમાં ગઇકાલે ભારે વરસાદ વરસ્યો હતો અને ગઇકાલે વરસાદના કારણે માંડવીની મઝલાવ ગામે આવેલી વાવ્યા ખાડી બે કાંઠે થઈ હતી અને પ્રવાહ વધ્યો હતો. પાણીના પ્રવાહમાં બાઈક સાથે યુવકો ખેંચાયા હતા. જો કે સ્થાનિકોએ આ બન્ને યુવકોને બચાવી લીધા હતા. આ સહીત સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. સુરત શહેરમાં પણ અમુક વિસ્તારોમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો.
ડો ડેમની વાત કરીએ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 2 હજાર 523 ક્યુસેક પાણીની આવક થઇ છે.  જેથી ડેમની સપાટી 312.04 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી છે. હાલ ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.દક્ષિણ ગુજરાતમાં ખઆસ કરીને સૌથી વધુ ચાર ઇંચ વરસાદ નવસારી  જિલ્લામાં  નોંધાયો હતો. રાજ્યના 26થી વધુ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના ગણદેવી, ખેરગામ, ડોલવણ,  ઉમરપાડા, તિલકવાડા, વલસાડ,  નસવાડી, કાકરમુંડા પંથકોમાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે.