- હવામાન વિફભાગની આગાહી
- આજથી 5 દિવસ અનેક રાજ્યોમાં વાવાઝોડું અને વરસાદની શક્યતાઓ
દિલ્હીઃ- દેશભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છએ કેટલાક રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ પણ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અનેક રાજ્યોમાં વરસાદ ,વાવાધોડાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં ઠંડક પ્રસરી છે. 20 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા ઓ સેવાઈ રહી છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આકાશ વાદળછાયું રહેશે. અહીં 16 માર્ચે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી રહી શકે છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને હિમાલયન ક્ષેત્ર સહિતના ઘણા વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પહાડી રાજ્યોમાં વરસાદ સાથે જોરદાર પવન આ સિવાય તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં 16 થી 19 માર્ચ વચ્ચે વરસાદ થવાની સંભાવના છે.
હવામન વિભાગની માહિતી પ્રમાણે આજથી એટલે કે 16 થી 20 માર્ચ દરમિયાન પૂર્વી ભારત, ઉત્તરપશ્ચિમ ભારત સહિત પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વ્યાપક વરસાદી ઝાપટા સહિત હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડા સહીત કરા પડવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.
પહાડી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 17 થી 19 માર્ચ દરમિયાન વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.