Site icon Revoi.in

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હીટ વેવની હવામાન વિભાગએ આપી ચેતવણી

Social Share

દિલ્હી:એપ્રિલ મહિનામાં જ મે મહિનાની જેમ ગરમી પડી રહી છે.જે રીતે દિવસે સૂર્ય તપતો રહે છે, તેની ગરમીને કારણે રાત્રિના તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે.દરમિયાન હવામાન વિભાગ (IMD)એ હજુ સુધી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરી નથી.ભારતીય હવામાન વિભાગએ ઘણા રાજ્યોમાં હીટ વેવ અને ગરમીને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે.આ દરમિયાન લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ઉનાળાની ઋતુમાં બેદરકારી જાન પર ભારી પડી શકે છે.

હવામાન વિભાગએ આજે ​​પશ્ચિમ અને પૂર્વી રાજસ્થાન, દક્ષિણ હરિયાણા અને દિલ્હીના કેટલાક સ્થળોએ ભીષણ લૂ ની સ્થિતિની સાથે કેટલાક સ્થાનો પર હીટ વેવની સ્થિતિ થવાની સંભાવના વ્યકત કરી છે. IMD અનુસાર,મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ, હિમાચલ પ્રદેશમાં કેટલાક ભાગોએ પંજાબ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં લૂ ની સ્થિતિ સર્જાઈ શકે છે.

આગામી 24 કલાક દરમિયાન હવામાન વિભાગે સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, કેરળના ભાગો અને કર્ણાટકના દક્ષિણ કિનારે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, નાગાલેન્ડ, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર ટાપુઓ અને તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.