દિલ્લી: દિલ્લીમાં હાલ કોરોનાવાયરસના કેસ તો ચીંતાનો વિષય બન્યો છે પણ આજે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે દિલ્લીમાં આજે વરસાદ પડી શકે છે અને આગામી સમયમાં તાપમાન ઘટતા ભારે ઠંડી પણ પડી શકે તેમ છે. હિમાલયના ક્ષેત્રથી તાજા પશ્ચિમી વેસ્ટર્ન ડિસ્ટર્બ પસાર થવાના કારણે નવી દિલ્હી (Delhi Rain) અને તેના પડોશી શહેરોમાં આગામી બે દિવસોમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં પશ્ચિમી વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થવાનો અંદાજ છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. હાલ રાતના તાપમાનમાં ઘટાડો યથાવત્ રહેશે.
કોહરાથી હાલ છૂટકારો મળશે નહીં. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં 11 ડિસેમ્બરે વિજળીના કડાકા સાથે કરા પડવાની સંભાવના છે. 11 અને 12 ડિસેમ્બરે દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં વિજળીના કડાકા સાથે કરા પડવાની સંભાવના છે. આ રાજ્યોમાં 11 ડિસેમ્બરે ધુમ્મસ રહેવાની સંભાવના છે.
_Vinayak