Site icon Revoi.in

હવામાન વિભાગે 10 જેટલા પહાડી રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપ્યું

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ચોમાસુ જામી ચૂક્યું છે અનેક રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે પહાડીરાજ્યોમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદને લઈને લર્ટ જારી કર્યું છે હવામાન વિભાગે 10 જેટલા રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાતો જોવા મળશે આ પહેલા પણ અનેક પહાડી રાજ્યોમાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગે ખાસ કરીને પહાડી રાજ્યો એવા  હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

જાણકારી પ્રમાણે ઉત્તર પશ્ચિમમાં બુધવારથી ઘણા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થયો છે. હિમાચલ પ્રદેશમાં, શિમલા-કાલકા નેશનલ હાઈવે-5નો મોટો ભાગ ભૂસ્ખલનથી ધોવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.
તો બીજી તરફ ઉત્તરાખંડમાં પણ વરસદાનો કહેર વર્તાઈ રહ્યો છે રાજ્યની અલકનંદા નદીમાં પુલનો એક ભાગ તૂટી પડતા નદીના જોરદાર પ્રવાહ જોવા મળ્યો છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆરમાં પણ કેટલીક જગ્યાએ હળવો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આજે   મધ્યપ્રદેશમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અને ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બાકીના રાજ્યોની સાથે હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર જેવા કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં 3 થી 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય પૂર્વથી પશ્ચિમ ભારત, ઓડિશા, પૂર્વોત્તર રાજ્યો, મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.
આ સહીત  બાંગ્લાદેશના કિનારે ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં એક ઊંડું ડિપ્રેશન રચાયું છે જે ધીમે ધીમે સમગ્ર ઝારખંડમાં પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, ઓડિશા, ઝારખંડ, ગંગાના પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.