Site icon Revoi.in

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન જુલાઈના અંત સુધીમાં દોડતી થઈ જશે

Social Share

અમદાવાદઃ ગાંધીનગરના ગિફ્ટસિટીથી અમદાવાદના મોટેરા સુધી મેટ્રો ટ્રેન કોરીડોરનું કામ પૂર્ણ થતાં હાલ સેફટી ઈન્સ્પેક્શન ચાલી રહ્યું છે. સેફ્ટી ટ્રાયલની કામગારી પૂર્ણ થયા બાદ રેલવે કમિશનનું એનઓસી મળ્યા બાદ જુલાઈના અંત સુધીમાં ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. જેથી વેપાર-ધંધા કે નોકરી-રોજગાર માટે નિયમિત અપડાઉન કરતા લોકોને ફાયદો થશે.

અમદાવાદ અને ગાંધીનગર ટ્વીન્સ સીટી તરીકે પ્રસ્થાપિત કરીને બન્ને શહેરો વચ્ચેનું અંતર ઓછું કરવા સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. જેના ભાગરૂપે જ અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનો રૂટ શરૂ કરવામાં આવશે. ગણતરીના દિવસોમાં જ મેટ્રોના આ નવા રૂટનો પ્રારંભ થશે.  અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ કામ પૂર્ણ થઈ ગયુ છે. અને હાલ મેટ્રો રેલના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરવામાં આવી છે. કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફટી આર કે મિશ્રાએ મોનિટરિંગ કર્યું હતું. ગાંધીનગર- અમદાવાદ મેટ્રો રુટ જુલાઈથી શરુ થશે. જેમાં અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીનો રુટ શરુ થશે.

અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બન્ને શહેરોને જોડતા રૂટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે. મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા સેફટી કમિશ્નર ગુજરાતની મુલાકાતે છે. આવતા મહિને અમદાવાદ-ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવા શરૂ કરી દેવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રોજેક્ટ રેડી છે, બસ તેને સત્તાવાર રીતે લીલીઝંડી મળવા માટેની રાહ જોવાઈ રહી છે. કોઈપણ નાની મોટી ક્ષતિ ના રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આ રૂટ શરૂ થયા બાદ દરરોજ ગાંધીનગર અપડાઉન કરવા માગતા શહેરીજનોને ખુબ જ સરળતા રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે. કે, અમદાવાદમાં 21 વર્ષ પહેલા વર્ષ 2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું હતું.. અને વર્ષ 2019માં જાહેર જનતા માટે પહેલી મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી શરૂ થઇ હતી. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી અને આ સાથે  અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ થયો હતો. (file photo)