Site icon Revoi.in

જેના થકી અભિનંદન વર્ધમાને પાકિસ્તાનનું F-16 ક્રેશ કર્યું હતું તે મિગ-21 એરક્રાફ્ટ વાયુસેના દ્રારા 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત કરાશે

Social Share

દિલ્હીઃ-  27 ફેબ્રુઆરી 2019નો દિવસ આજે પણ સૌ કોઈની આંખો સામે તરી આવે છે,આ દિવસના રોજ પાકિસ્તાની F-16 એરક્રાફ્ટે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ  કરતા ભારતીય લડાકુ વિમાનોએ તેનો પીછો કર્યો  તે સમયે વિંગ કમાન્ડર તરીકે તૈનાત અભિનંદન વર્ધમાને પોતાની સુજબૂજ અને હિમ્મતથી પાકિસ્તાનમાં ઘૂસીનેજ તેમની જ ઘરતી પણ તેમનાફાઈટર પ્લેનને નષ્ટ કર્યું અને તેઓ દેશના હિરો બની ગયા હતા.

જો કે તેમણે જે મિગ 21 વિમાનથી આ પરાક્રમ કર્યું હતું ભારતના રાજદ્વારી દબાણ બાદ પાકિસ્તાને અભિનંદનને બે દિવસમાં વાઘા બોર્ડર પર સુરક્ષિત રીતે મુક્ત કરી દીધા હતા. વાસ્તવમાં, મિગ-21 વિમાન ઘણું જૂનું છે અને તેમાં સવાર થયા પછી પણ અત્યાધુનિક ફાઈટર જેટ F-16ને તોડી પાડવા બદલ અભિનંદન વર્ધમાનની પ્રશંસા થઈ હતી અને તેઓ રાષ્ટ્રીય નાયક તરીકે બહાર આવ્યા હતા.ત્હયારે હવે આ એરક્રાફ્ટનો રિટાર્યડ થવાનો સમય આવી ગયો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે એરફોર્સ મિગ-21 લડાકુ વિમાનોના તેના બાકીના ચાર સ્ક્વોડ્રનમાંથી એકને 30 સપ્ટેમ્બરે નિવૃત્ત કરવામાં આવી રહ્યું છે. શ્રીનગર સ્થિત 51 નંબરની આ સ્ક્વોડ્રનને ‘તલવાર આર્મ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે આ એરક્પાફ્ટ થકી અભિનંદન વર્ધામાને જે બહાદપરી દાખવી હતી  ત્યારે તેમને વીર ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ સાથે જ બાકી  મિગ-21 2025 માં તબક્કાવાર રીતે નિવૃત્ત કરવામાં આવશે.