Site icon Revoi.in

કારની માઈલેજ ઓછી છે અપનાવો આ ટીપ્સ, ચોક્કસ થશે ફાયદો….

Social Share

ઘણા લોકો તેમના વાહનોની ઓછી માઇલેજ મેળવવાની ફરિયાદ કરે છે, તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે આવા ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધી ગયો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા વાહનના ઓછા માઇલેજથી પરેશાન છો, આ ટીપ્સને અનુસરશો તો તમારા વાહનની માઈલેજમાં વધારો થવાની શકયતા છે.

વાહનની ગતિ તેના માઇલેજને અસર કરે છે, વાહન જેટલી ઝડપથી ચલાવવામાં આવશે તેટલીં તેનું માઇલેજ ઘટશે. તેથી જ્યારે પણ તમે વાહન ચલાવો ત્યારે તેને સામાન્ય ગતિએ ચલાવો અને ટોપ ગિયરમાં 80 કિમી પ્રતિ કલાકથી વધુ ન જવાનો પ્રયાસ કરો. તેનાથી એન્જિન પર દબાણ ઓછું થશે અને તમને સારી માઈલેજ મળશે.

જ્યારે પણ તમે હાઇવે પર તમારી કાર ચલાવો છો, ત્યારે તમે આ માટે ક્રુઝ કંટ્રોલ ફીચરનો ઉપયોગ કરી શકો છો. આના કારણે વાહનની સ્પીડ વારંવાર વધતી કે ઓછી થતી નથી અને તે જ સ્પીડમાં વાહન ચાલશે, જેના કારણે તમને વાહનમાં સારી માઈલેજ મળશે.

વાહન ચલાવતી વખતે તમારે વારંવાર બ્રેકનો ઉપયોગ ન કરવો જોઈએ. આ માટે તમે તમારા વાહનને અન્ય વાહનોથી યોગ્ય અંતરે રાખીને ચાલી શકો છો. આ માટે વાહનને તમારી નિયંત્રિત સ્પીડમાં રાખો. તેનાથી વાહનને વધુ માઈલેજ મળશે.

વાહનના માઇલેજમાં ટાયરનું દબાણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલા માટે વાહનના ટાયરમાં હવાનું દબાણ હંમેશા જાળવી રાખો. આ માટે સમયાંતરે ટાયરનું પ્રેશર ચેક કરતા રહો.

જ્યારે AC ચાલુ હોય ત્યારે ઇંધણનો વપરાશ વધે છે. એટલા માટે કારમાં ઓછામાં ઓછું AC નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. ખાસ કરીને રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે, તમે બારીના કાચને સહેજ નીચે કરીને ઠંડી હવા લઈ શકો છો.