Site icon Revoi.in

આજ રોજ ગાંઘીનગર કરાઈ ખાતે લોકરક્ષક જવાનો નો દિક્ષાંત સમારોહ યોજાયો – ગૃહરાજ્ય મંત્રીએ ટેકનોલોજીના ઉપયોગને લઈને આપી સલાહ

Social Share

દિલ્હીઃ-આજરોજ પાટનગર ગાંધીનગરની કરાઈ પોલીસ ટ્રેનીંગ ખાતે લોકરક્ષક જવાનોનો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો.આ સમારોહમાં બિન હથિયારી લોકરક્ષક જવાનોની દિક્ષાંત પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી,.

આજ રોજ યોજાયેલા આ સમારોહમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા અને અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે હાજરી આપી હતી,  લોકરક્ષક દળની 13 મી બેચનો આ દિક્ષાંત સમારોહની પરેડ યોજાઈ હતી.આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે કરાઈ ખાતે લોકરક્ષક જવાનોને દીક્ષાત સમારોહમાં સોશિયલ મીડિયાના ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તે અંગેના સલાહ સુચનો આપ્યા હતા.

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે વધુમાં યુવાઓને જણાવ્યું હતું કે,હાલના સમયમાં સોશિયલ મીડિયાની નજર આપણા પર અટકેલી રહેતી હોય છે. આ સમયે આપણું વર્તન ઉદાહરણ પુરુ પાડે તેવું હોવું જરુરી છે,આજના આરોપીઓ હાઇફાય અને  વાઈફાય બન્યા છે. અનેક ટેકનોલોજી ઉપયોગનો આઘાર લઈને આરોપને અંજામ આપતા હોય છે,

. પોલીસ વિભાગમાં ટેકનોલોજિકલ અપગ્રેડેશન ત્યારે જ મળે જ્યારે પાયામાં રહેલો લોકરક્ષક જવાન તેનાથી સંપૂર્ણ રીતે વાકેફ અને સજ્જ હોય. આ તમામ  ટેકનોલોજીથી સંપૂર્ણ રીતે માહિતગાર હોય. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ દિશામાં ગૃહ વિભાગ કામ કરી રહ્યું છે.