Site icon Revoi.in

કેનેડામાં ભારતીયો પર વધતા અત્યાચારને લઈને વિદેશમંત્રાલય એ એડવાઈઝરી જારી કરી

Social Share

દિલ્હીઃ- ભારતદેશના  ઘણા લોકો કેનેડામાં વસી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કેનેડામાં ભારતીયો વિરુદ્ધ નફરતના ગુનાઓના કિસ્સામાં વધારો નોંધાયો છે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કેનેડામાં રહી રહ્યા છે. જેઓ અનેક અત્યાચારનો ભોગ બનતા જોવા મળે છે ઘણી બધી આ પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી વધી રહી છે ત્યારે હવે ભારતના વિદ્યાર્થીઓને સતર્ક રહેવા જણાવાયું છે.

વધતા જતા નફરતના કેસો, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓના બનાવોમાં તીવ્ર વધારો થયો છે. વિદેશ મંત્રાલય અને કેનેડામાં હાઈ કમિશ જનરલે આ ઘટનાઓને કેનેડિયન સત્તાવાળાઓ સાથે ઉઠાવી છે અને તેમને આ ગુનાઓની તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.

ત્યારે તાજેતરમાં જ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવાનો મામલો પણ સામે આવ્યો હતો. દરમિયાન, કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને લઈને ભારત સરકાર દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ સાથે જ હવે અહી રહેતા વિદ્યાર્થીઓને સતર્ક રહેવા પણ કહેવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયે જારી કરેલી એડવાઈઝરીમામં કહેવામાં આવ્યું છે  કેનેડામાં નફરતના ગુનાઓ, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓની ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ અંગે કેનેડા સરકાર સાથે વાત કરી છે અને યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

આ સહીત જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ સિવાય કેનેડા પ્રવાસે જઈ રહેલા વિદ્યાર્થીઓએ સાવધાની રાખવી જોઈએ આ સિવાય ભારતીય નાગરિકોને madad.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ જણાવાયું છે.

કેનેડાના ઓન્ટેરિયોમાં ગોળીબારમાં ઘાયલ થયેલા એક ભારતીય વિદ્યાર્થીનું શનિવારે મૃત્યુ થયું હતું. આ ઘટનામાં એક પોલીસકર્મી સહિત અન્ય બે લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. ગયા સોમવારે ગોળીબારની ઘટના બની હતી. જેમાં એક ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયો હતો ત્યારે આ પ્રકારની ઘટના વધતા વિદેશમંત્રાલય દ્રારા આ માર્ગદર્શિકા જારી કરાઈ છે.