Site icon Revoi.in

નાણાં મંત્રાલયે રાજ્યોને GST મહેસુલ વળતરની બાકીની રકમની કરી ચૂકવણી

Social Share

– રાજ્યો માટે રાહતના સમાચાર
– નાણાં મંત્રાલયે GST મહેસુલ વળતરમાં બાકીની રકમની કરી ભરપાઈ
– આ સુવિધા હેઠળ રાજ્યોને કુલ 72,000 કરોડ આપવામાં આવ્યા

દેશના રાજ્યો માટે રાહતના સમાચાર છે. નાણાં મંત્રાલય રાજ્યોને તેમની જીએસટી મહેસુલમાં વળતરમાં ઘટાડાની બાકીની રકમની ભરપાઈ માટે 6 હજાર કરોડ રૂપિયાનો 12 મો હપ્તો જારી કરી દીધો છે. આ સુવિધા હેઠળ અત્યાર સુધીમાં રાજ્યોને કુલ ૭૨ હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી ચુક્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્ર સરકારે જીએસટી પ્રાપ્તિમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આવનારી સંપત્તિ ૧.૧૦ લાખ કરોડ રૂપિયાના ઘટાડાને પૂરું કરવા માટે રાજ્ય માટે એક વિશેષ ઉધારી બારીની શરૂઆત કરી છે.

નાણાં મંત્રાલય તરફથી આ જાહેર કરાયેલા નિવેદનમાં સોમવારે કહ્યું કે તેઓએ GST વળતર માટે 6,000 કરોડ રુપિયાનું 12મો અઠવાડીક હપ્તો જારી કર્યો છે. આ રકમમાં 5,516.60 કરોડ રૂપિયાની રકમ 23 રાજ્યોને જાહેર કરવામાં આવી છે.

જ્યારે 483.40 કરોડ રૂપિયાની રકમ વિધાનસભાવાળા ત્રણ સંઘ શાસિત પ્રદેશ – દિલ્હી, જમ્મૂ-કાશ્મીર અને પોંડિચેરીને જારી કરવામાં આવી છે. આ રાજ્ય પણ GST સભ્ય છે.

મંત્રાલયે કહ્યું કે આ રકમ 4.43 ટકાના વ્યાજ દર પર ઉધાર લેવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી GSTમાં અંદાજીત આવકની અછતની 65 ટકા રકમ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જારી કરવામાં આવી ચૂકી છે. આ રકમમાં 65,582.96 કરોડ રૂપિયા રાજ્યો અને 6,417.04 કરોડ રૂપિયાની રકમ વિધાનસભાવાળા ત્રણ સંઘ શાસિત પ્રદેશોને જારી કરવામાં આવ્યાં.

આમ હજુ સુધી 12 હપ્તામાં 72,000 કરોડ રૂપિયાની રકમ GSTના વળતર તરીકે જારી કરવામાં આવી ચૂકી છે. આ રાશિ સરરેરાશ 4.70 ટકા વ્યાજ પર મળી છે.