આરોગ્ય મંત્રાલયે ઈ-સિગારેટ સામે કરી લાલઆંખ,આ સિગારેટ વેચતી વેબસાઈટને નોટીસ ફટકારતા વેપાર બંધ કરવા જણાવ્યું
દિલ્હીઃ- દેશભરમાં ઘર્ુમપાનને લઈને અનેક ભિયાન ચલાવામાં આવે છે ત્યારે હવે ઘ્રુમ્રપાનનું સ્થાન ઈ સિગારેટે પણ લઈ લીઘુ છે આજના યુવાઓ ઈ સિગરેટનું સેવન કરતા જોવા મળી રહ્યા છે જે ચિંતાનો વિષય છે ત્યારે કેન્દ્ર એ ઈ સિગારેટ વેચકતી કંપનીઓને નોટીસ ફટકારી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઈ-સિગારેટનું વેચાણ કરતી 15 વેબસાઈટને નોટિસ મોકલી છે અને તેમને ઉત્પાદનનું વેચાણ અને જાહેરાત બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે.
જાણકારી અનુસાર હજી વધુ 6 વેબસાઈટ પર પણ નજર રાખવામાં આવી રહી છે. મંત્રાલય સોશિયલ મીડિયા પર ઈ-સિગારેટના વેચાણ અને જાહેરાત પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે અને તેમને નોટિસ પણ આપવામાં આવી શકે છે.જો તેઓ જવાબ ન આપે અને કાયદાનું પાલન ન કરે, તો આરોગ્ય મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને આ સંબંધમાં પગલાં લેવા માટે પત્ર લખશે.
સ્વાસ્થ્ય મંત્રાલયની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “અમને જાણવા મળ્યું છે કે ઈ-સિગારેટના ગેરકાયદે વેચાણ અને ઓનલાઈન જાહેરાતો સંબંધિત માહિતી તમારા પ્લેટફોર્મ પર પ્રદર્શિત, પ્રકાશિત, પ્રસારિત અને શેર કરવામાં આવી રહી છે જે ઈલેક્ટ્રોનિક સિગારેટ પ્રોહિબિશન એક્ટનું ઉલ્લંઘન છે.
વધુ જાણકારી અનુસાર આ વેબસાઇટ્સ સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.” વર્ષ 2019 માં, ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ (ઉત્પાદન, ઉત્પાદન, નિકાસ, આયાત, ચળવળ, વેચાણ, વિતરણ, સંગ્રહ અને જાહેરાત) કાયદો અમલમાં આવ્યો હતો ત્યારે આ વેચાણ કરતી વેબસાઈટ સામે કેન્દ્રએ લાલ આંખ કરી છે.