Site icon Revoi.in

ગાંધીનગરના સેકટર-15ના રહેવાસીઓને પરેશાન કરતો તોફાની વાનર આખરે પાંજરે પુરાયો

Social Share

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-15માં વાનરોનો ત્રાસ વધી ગયો હતો. જેમાંએક તાફાની વાનર તો રસ્તા પર જતાં લોકો પર હુમલો કરતો હતો.  વાંનરે  ફતેપુરા વિસ્તારના ત્રણેક વ્યક્તિઓને બચકા ભર્યા હતા.આમ વાનરના ત્રાસથી કંટાયેલા લોકોએ વન વિભાગને તોફાની વાનરને પકડવા માટે રજુઆત કરી હતી. આખરે વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં તોફાની વાનર કેદ  થતાં સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો છે. જોકે તોફાની વાંદરો જ પકડાયો છે ને બીજો તો નથી આવ્યો તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે.

પાટનગર ગાંધીનગરમાં બે દાયકા પહેલાં વૃક્ષોના કારણે એશિયાનું હરીયાળું નગરનું બિરૂદ મેળવ્યું હતું. જેને પરિણામે લીલછમ વૃક્ષો વાંદરાઓ માટે એક આશ્રય સ્થાન બની ગયું છે. જેમાં સેકટર -15માં વાંદરાનો ત્રાસ દિન વધી ગયો હતો. જોકે  નગરના અલગ અલગ સેક્ટરોમાંથી વાંદરાઓની ફરીયાદો અવાર નવાર વન વિભાગને મળતી હોય છે.

ત્યારે નગરના સેક્ટર-15માં છેલ્લા એક માસથી વાંદરાના ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેમાં તોફાની વાંનરે તો ફતેપુરા વિસ્તારના ત્રણેક વ્યક્તિઓને બચકા ભર્યા હતા. આથી સ્થાનિક લોકો દ્વારા વાંદરાને પકડી જવા માટે વન વિભાગને જાણ કરી હતી. આથી વન વિભાગના આરએફઓ હરગોવનભાઇ દેસાઇ દ્વારા સેક્ટર-15ના અલગ અલગ વિસ્તારોમાં પાંજરા મુકવામાં આવ્યા હતા. પરંતુ વાંદરો પકડાતો નહી હોવાથી વન વિભાગની પણ નિંદર હરામ બની હતી. પરંતુ સેક્ટર-15માં આવેલી ખેતીવાડી વિભાગની કચેરીમાં મુકેલા પાંજરામાં વાંદરો પુરાયો હતો. આથી વન વિભાગની છેલ્લા એક માસની દોડધામમાં રાહત મળી હતી. જોકે પાંજરામાં પુરાયેલો વાંદરો ત્રાસ આપનાર છે કે અન્ય તેવી ચર્ચા સ્થાનિક લોકોમાં જોવા મળતી હતી. જોકે આગામી સપ્તાહ પછી ખબર પડશે કે ખરેખર વાંદરો પકડાયો છે તે તાફાની છે,કે નહી. (file photo)