Site icon Revoi.in

લોકસભાનું ચોમાસુ સત્ર 19મી જુલાઈથી મળશેઃ સત્ર તોફાની રહેવાની શકયતાઓ

Social Share

દિલ્હીઃ દેશની લોકસભાનું ચોમાસુ સત્ર તા. 19મી જુલાઈથી 13મી ઓગસ્ટ સુધી ચાલશે. પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો, મોંધવારી અને કોરોનાના મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. જેથી લોકસભાનું ચોમાસુ સત્ર તોફાની બનવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, સંસદનું આગામી ચોમાસું સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ દરમિયાન યોજાશે. જોકે, તેમણે ગૃહની કાર્યવાહીના સમય અંગે માહિતી આપી ન હતી.

જો કે, કોરોનાને પગલે બંને સત્રોની કાર્યવાહી માટેની સમય મર્યાદા ઘટાડી દેવામાં આવી હતી. ચોમાસુ સત્ર દરમિયાન 20 બેઠકો યોજાવાની સંભાવના છે. જે લગભગ એક મહિના સુધી ચાલી શકે છે. સામાન્ય રીતે સંસદનું ચોમાસું સત્ર જુલાઈના ત્રીજા અઠવાડિયાથી શરૂ થાય છે અને સ્વતંત્રતા દિવસ પહેલા સમાપ્ત થાય છે. કોરોના વાયરસ મહામારી શરૂ થઈ ત્યારથી સંસદના ત્રણ સત્રોનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. સરકારે ગયા વર્ષે આખું શિયાળુ સત્ર રદ કર્યું હતું. જ્યારે ચોમાસું સત્ર સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું. જે સામાન્ય રીતે જુલાઈમાં શરૂ થાય છે.

પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલો વધારો, મોંધવારી અને કોરોનાની રસી સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને વિપક્ષ દ્વારા ઘરવાના પ્રયાસ કરવામાં આવશે. જેથી સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શકયતા છે.