Site icon Revoi.in

દેશના સૌથી ફેમસ રાષ્ટ્રીય ઉદ્યાનો વરસાદની મોસમ દરમિયાન ફરવા માટે બેસ્ટ

Social Share

જો તમે પણ નેશનલ પાર્કમાં જવા ઈચ્છો છો તો તમે ભારતના આ પ્રખ્યાત પાર્કની મુલાકાત લઈ શકો છો.

જો તમે પણ ભારતના પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો મધ્યપ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં વાઘની વસ્તી સૌથી વધુ છે.

આ સિવાય ઉત્તરાખંડમાં સ્થિત જિમ કોર્બેટ ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળશે. આ સ્થળ મુલાકાત લેવા માટે ખૂબ જ સુંદર છે.

જો તમે રાજસ્થાનમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે ભારતના સૌથી પ્રખ્યાત રણથંભોર નેશનલ પાર્કની મુલાકાત લઈ શકો છો. સફારી ટૂર માટે આ એક સુંદર લોકેશન છે.

પશ્ચિમ બંગાળમાં સ્થિત સુંદરવન વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ છે. અહીં તમને ઘણા પ્રકારના વાઘ અને પ્રાણીઓ જોવા મળશે.

મધ્યપ્રદેશમાં આવેલ સતપુરા નેશનલ પાર્ક એક પરફેક્ટ લોકેશન છે. અહીં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળશે. તમે પરિવાર કે મિત્રો સાથે અહીં આવી શકો છો.

ગુજરાતનું પ્રસિદ્ધ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જંગલી એશિયાટિક સિંહ માટે ખૂબ પ્રખ્યાત માનવામાં આવે છે. અહીં તમને અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળશે.