Site icon Revoi.in

ચાર પગવાળી દુનિયાની સૌથી અનોખી મહિલા,જાણો આ ચોંકાવનારી વાર્તા વિશે  

Social Share

દુનિયામાં ઘણા એવા પ્રાણીઓ છે, જેમના 4 પગ છે, જેમ કે ગાય, ભેંસ, હાથી, સિંહ, વાઘ વગેરે. પરંતુ શું તમે ક્યારેય એવા વ્યક્તિ વિશે સાંભળ્યું છે જેને 4 પગ હોય? આ વાત તમને અજીબ લાગશે, પરંતુ આ બિલકુલ સાચી છે. ઘણા વર્ષો પહેલા દુનિયામાં એક એવી વિચિત્ર મહિલા હતી જેને ચાર પગ હતા. તેણે ઘણા વર્ષોથી લોકોને આશ્ચર્યચકિત કર્યા.તો આવો જાણીએ આ મહિલા વિશે

ચાર પગવાળી આ મહિલાનું નામ માયરટલ કોર્બીન હતું. આશ્ચર્યની વાત એ છે કે,વર્ષ 1868માં અમેરિકાના ટેનેસીમાં જન્મેલી આ મહિલાના જન્મથી જ 4 પગ હતા. જોકે તેના બે પગ બીજા બે પગ કરતા નાના અને નબળા હતા.

માયરટલ કોર્બીન આજે પણ ચાર પગવાળી મહિલા તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે,જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે તેના જીવન પર એક પુસ્તક પણ લખવામાં આવ્યું હતું. આ પુસ્તકનું નામ છે ‘બાયોગ્રાફી ઓફ માયરટલ કોર્બીન’.

એવું માનવામાં આવે છે કે, માયરટલ કોર્બીન જ્યારે તેની માતાના ગર્ભાશયમાં હતી, ત્યારે તેની કોઈ જુડવા બહેન પણ રહી હશે, પરંતુ તે જુડવા બહેનના ફક્ત પગનો જ વિકાસ થયો હશે, શરીરનો વિકાસ થયો નહીં હોય.આ કારણે માયરટલ કોર્બીનનો જન્મ 4 પગો સાથે થયો.

ખાસ વાત એ છે કે,માયરટલ કોર્બીને પણ લગ્ન કર્યા હતા. તેમના પતિનું નામ જેમ્સ ક્લિન્ટન બિકનેલ હતું. લગ્ન પછી તે 5 બાળકોની માતા પણ બની હતી, જેમાં 4 પુત્રી અને 1 પુત્ર હતો. માયરટલ કોર્બીન વર્ષ 1928 માં મૃત્યુ પામ્યા હતા, પરંતુ તેમની વાર્તા આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે.