આ તો કેવી સજા, 5 વર્ષની દીકરીએ હોમવર્ક મુદ્દે માતાએ ધાબામાં હાથ-પગ બાંધી બળબળતા તાપમાં રાખી
નવી દિલ્હીઃ સ્કૂલમાં અભ્યાસ મામલે માતા-પિતા બાળકો ઉપર દબાણ કરતા હોય છે, જેથી નાના ભૂલકો ભણતરના ભાર નીચે દબાઈ જાય છે. દરમિયાન દિલ્હીનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં મકાનના દબાણ હાથ-પગ બાંધેલી હાલતમાં આકરા તાપમાં શેકાતી જોવા મળે છે. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસ હરકતમાં આવી છે. દીકરી હોમવર્ક નહીં કરતી હોવાથી માતાએ તેને આવી સજા આપી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક નાની છોકરી ટેરેસ પર જોવા મળી હતી. જેમના હાથ-પગ બાંધેલા હતા. પોલીસને માહિતી મળી હતી કે આ વીડિયો કરવલ નગર વિસ્તારનો છે, પોલીસે તે વિસ્તારમાં શોધખોળ કરી, પરંતુ ત્યાં પોલીસને એવું કંઈ મળ્યું ન હતું. જોકે, બાદમાં પોલીસને માહિતી મળી કે વીડિયો તુકમીરપુર ગલી નંબર 2નો છે, જે ખજુરી ખાસ વિસ્તારનો છે. બાળકની માતાએ પોલીસને જણાવ્યું કે બાળકે સ્કૂલનું હોમવર્ક કર્યું ન હતું, તેથી મેં તેને 5 થી 7 મિનિટ સુધી સજા કરી અને બાદમાં બાળકને છત પરથી નીચે લાવી હતી. એક ટ્વિટમાં પોલીસે કહ્યું કે, આ મામલે યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે હવે ખજુરીખાસ પોલીસ સ્ટેશનમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ (બાળક પ્રત્યે ક્રૂરતા માટે સજા)ની કલમ હેઠળ કેસ નોંધ્યો છે. બાળકીને સજા આપનારી માતાનું નામ સપના અને પિતાનું નામ રાજકુમાર હોવાનું ખૂલ્યું છે. બાળકીના કાકા સુનિલે કહ્યું, “બાળકીની માતાએ તેના હાથ-પગ બાંધી દીધા અને તેને તડકામાં ટેરેસ પર બેસાડી હતી. તે હોમવર્ક કરી રહી ન હતી. જ્યારે પરિવારના બાકીના સભ્યોને તેની જાણ થઈ ત્યારે તેઓ તેને નીચે લઈ આવ્યા.” તેણે બાળકની માતાના ગુસ્સાવાળા સ્વભાવ વિશે જણાવ્યું અને કહ્યું કે તે દરેક નાની-નાની વાત પર તેના બાળકોને માર મારે છે. અન્ય એક સભ્યએ કહ્યું કે બાળકીની માતાને ઘરના અન્ય સભ્યો સાથે ઝઘડો કરવાની ટેવ.