Site icon Revoi.in

ગાંધીનગરમાં નિવૃત આર્મી જવાનોનું આંદોલન, પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતના નિવૃત આર્મી જવાનો અને તેમના પરિવારો દ્વારા પોતાની વિવિધ માગણીઓ લઈને સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર નજીક ચીલોડા ખાતે પડતર માંગણીઓને લઇને એકઠા થયેલા માજી સૈનિકો પૈકી 72 વર્ષના નિવૃત જવાનનું આકસ્મિક અવસાન થતાં હવે માજી સૈનિકો છેક સુધી લડી લેવાના મૂડમાં આવી ગયા છે. જેનાં પગલે બુધવારે માજી સૈનિકોએ ગાંધીનગરના સચિવાલયની બહાર બેસીને ઘરણા કર્યા હતા. અને જ્યાં સુધી  સરકાર લેખિતમાં GR કરીને નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો છે.

પાટનગર ગાંધીનગરમાં નિવૃત્ત આર્મીના જવાનોએ પોતાવા પર્શનોના ઉકેલ માટે સચિવાલયની બહાર ધરણાં શરૂ કર્યા છે. પોતાની માંગણી હજુ પડતર હોવાના કારણે મંગળવારે ગાંધીનગરના ચિલોડા સર્કલ ખાતે આર્મીના જવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે એક નિવૃત્ત આર્મી જવાનનું આકસ્મિત મૃત્યુ નિપજતા  મોડી રાત સુધી માથાકૂટના અંતે પરિવારજનોએ મૃતક નિવૃત્ત જવાનનો મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ બુધવારે સવારથી જ નીમાવતની આગેવાનીમાં માજી સૈનિકોએ સચિવાલયની બહાર આંદોલન ફરીથી શરૂ દીધું છે.  કાનજીભાઈ મોથલીયા નામના નિવૃત્ત આર્મી જવાનનું મૃત્યુ નીપજ્યું હતુ. ત્યારબાદ આંદોલનકારીઓ સેક્ટર 30થી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સુધી ચાલતા આવ્યા હતા અને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.  નિવૃત આર્મીમેનનો મૃતદેહ સ્વીકારવાના મુદ્દે રાત્રીના 12:00 વાગ્યા સુધી માથાકૂટ ચાલી હતી. અને ત્યારબાદ અંતે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.

આ બાબતે નિવૃત આર્મીમેનની લડતનું નેતૃત્વ કરી રહેલા નિમાવતે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી અમે સતત  વિરોધ કરી રહ્યા છે. અમારી પડતર માગ રાજ્ય સરકાર સ્વીકારે તેની અમે માંગ કરી રહ્યા છે. પરંતુ તેમાં એક અમારા સાથીદારનું પણ દુઃખદ મૃત્યુ છે, ત્યારે હવે સચિવાલયના ગેટ નંબર એકથી સામે આંદોલન શરૂ કરી દીધું છે. જ્યાં સુધી રાજ્ય સરકાર સામેથી નહીં આવે અને અમને લેખિતમાં GR નહીં કરી આપે ત્યાં સુધી આ આંદોલન યથાવત રાખવામાં આવશે.