Site icon Revoi.in

ફિલ્મ ‘દ્ર્શ્યમ 2’ દર્શકોની આવી રહી છે પસંદ – બ્રહ્માસ્ત્ર પછી વર્ષની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની

Social Share

દિલ્હીઃ- બોલિવૂડના અભિનેતા અજય દેવગનની વર્ષ 2015 માં આવેલી દ્ર્શ્યમ ફિલ્મે સિનેમાઘરોમાં હંગામો મચાવ્યો હતો ત્યારે હવે 7 વર્ષ બાદ  દ્રશ્યમ 2 આવી છે ત્યારે આ ફિલ્મે ફરી બોક્સ ઓફીસ પર પ્રથમ દિવસે જ કમાલ કરી બતાવી છે.

અજયની ફિલ્મ દ્રશ્યમ 2નું એજડવાન્સ બુકિંગ જ 4.5 કરોડનું થયું બતું ત્યારે આજે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થતાની સાથે જ દર્શકો ફિલ્મ જોવા ઉમટી પડ્યા હતા જ્યારે આ ફિલ્મનું ટ્રેલર અને ટીઝર  થયું ત્જોયારથઈ જ દર્યાશકો ફિલ્મ જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ફાઈનલી આજે  દર્શકોના ઈતંઝારનો અંત આવ્યો છે.

માહિતી પ્રમાણે દ્રશ્યમ એટલે કે દ્રશ્યમ 2 ની સિક્વલ થિયેટરોમાં હિટ થઈ છે  સોશિયલ મીડિયા પર એડવાન્સ બુકિંગ અને ફિલ્મના ક્રેઝને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ એક મોટો ધમાકો કરી શકે છે.

અજય દેવગનની ‘દ્રશ્યમ 2’એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ બમ્પર કમાણી કરી છે. અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત સસ્પેન્સ-ક્રાઈમ દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ સાબિત થઈ રહી છે.તે ફિલ્મની કમાણી પરથી જ અંદાજો લગાવી શકાય છે.

ફિલ્મ પ્રથમ દિવસે  શુક્રવારે બોક્સ ઓફિસ પર 15.38 કરોડની કમાણી કરી છે. બ્રહ્માસ્ત્ર પછી તે વર્ષની બીજી સૌથી મોટી ઓપનર બની છે. ફિલ્મને ચારે બાજુથી પ્રશંસા મળી રહી છે. આ સાથે જ ફિલ્મને વીકએન્ડ પર પણ વધુ શાનદાર કમાણી થવાની આશા છે.ત્યારે આજે શનિવાર અને આવતી કાલે રવિવારનો ફાયદો પણ ફિલ્મને મળી શકે છે.