સિમેનાઘરોમાં આવી ચૂકેલી ફિલ્મ ‘રામપ્રસાદ કી તેહરવી’ અને પરિણિતી ચોપરાની ‘સાઈના’ હવે ઓટીટી પ્લેટ ફોર્મ પર થશે રિલીઝ
- પરણીતી ચોપરાની સાઈના ફિલ્મ ઓટીટી પર જોવા મળશે
- આ સાથે જ કેટલીક રોમાંચક વેબ સિરીઝ આ વીકમાં થશે રિલીઝ
આ અઠવાડિયા દરમિયાન ઓટીટી પ્લેટ ફોર્મ પર કેટલીક ખાસ ફિલ્મોની એકબીજા સાથે ટ્કકર થતી જોવા મળશે, તો બીજી તરફ કેટચલીક વેબ સિરિઝ પણ રિલીઝ થશે.
પરિણીતી ચોપડાની ફિલ્મ સાઇના 23 એપ્રિલે એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી રહી છે. આ ફિલ્મ 26 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. સાયના બોલિવૂડની પહેલી ફિલ્મ છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર એક મહિનાના સમયગાળામાં જ રિલિઝ થવા જઈ રહી છે,. અમોલ ગુપ્તે દિગ્દર્શિત સાયના બેડમિંટન ચેમ્પિયન સાઇના નેહવાલની બાયોપિક છે. ફિલ્મમાં માનવ કૌલ સાયનાના કોચની ભૂમિકામાં જોવા મળશે. અગાઉ પરિણીતની ધ ગર્લ ઓન ટ્રેન સિનેમાઘરોને બદલે સીધી નેટફ્લિક્સમાં આવી હતી.
સોની લિવ પર કાઠમંડુ કનેક્શન વેબ સિરીઝ 23 એપ્રિલના રોજ પ્રસારિત થશે. તેની વાર્તા એક રિપોર્ટરની આસપાસ ફરે છે જેને એક રહસ્યમય કોલ આવે છે અને તેના તાર કાઠમંડુથી જોડાયેલા છે. આ શ્રેણીમાં અમિત સ્યાલ અને અક્ષા પાંડે મુખ્ય ભૂમિકામાં છે.
23 એપ્રિલના રોજ એમએક્સ પ્લેયર પર હેલો મીની 3 2 રીલિઝ થઈ રહી છે. મીનીની વાર્તા આ સિરીઝમાં આગળ વધારવામાં આવશે. આ સિરીઝમાં અનુજા જોશી મુખ્ય ભૂમિકામાં છે અને મૃણાલ દત્ત મુખ્ય ભૂમિકામાં છે. આ એક સાઈકોલોજી થ્રીલર સિરીઝ છે.
રામપ્રસાદ કી તહેરવી પણ 24 એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 1 જાન્યુઆરીએ થિયેટરોમાં આવી ચૂકી છે. સીમા ભાર્ગવ પાહવા દિગ્દર્શિત આ ફિલ્મ પ્રથમ 31 માર્ચે સ્ટ્રીમ થનાર હતી, પરંતુ કોઈ કારણોસર રજૂ કરવામાં આવી નથી. જેમાં નસીરુદ્દીન શાહ સહિતના ઘણા શ્રેષ્ઠ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
વેબ સિરીઝ હિઝ સ્ટોરી 5 એપ્રિલના રોજ ઝી 5 અને ઓલ્ટ બાલાજી પર રિલીઝ થશે. આ વેબ સિરીઝ સમલૈંગિકતાના વિષય પર આધારિત છે. આ સિવાય હું 20 એપ્રિલના રોજ zee-5 પર રીલિઝ થયેલી વેબ ‘ મેં હીરો બોલ રહા હું ’ પણ જોવા મળશે
સાહિન –