કલાપ્રતિષ્ઠાન આયોજીત 17મા કલા પ્રદર્શનના એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવે છે. શ્રેષ્ઠ મહિલા કલાકાર કલા પરિતોષિકમાં બચકાણીવાલા ભાવના ડી (સુરત)ને શ્રેષ્ઠ મહિલા કલાકૃતિ બદલ ચિત્રકામ જેરામભાઈ પટેલ તથા ગં.સ્વ પદમાબેન ઈશ્વરલાલ મહેતા પરિતોષિક અર્પણ કરાશે. શિલ્પ વિભાગમાં નીલુ પટેલને આશ્વાસન કૃતિ કલાપ્રતિષ્ઠાન પારિતોષિક આપવામાં આવ્યો છે. જ્યારે પેઈન્ટીંગ વિભાગમાં પ્રથમ ક્રમે આવેલા આકોલિયા મોનીકા કે. (સુરત), બીજા ક્રમે આવુેલા રણાવસીયા રમેશ કે. (કર્ઝા-બનાસકાંઠા) અને ત્રીજા નંબર ઉપર બાગડાવાલા દિવ્યેશ એસ.ને કલાપ્રતિષ્ટાન પારિતોષિકથી સન્માનિત કરાયાં છે. બેસ્ટ લેન્ડસ્ક્રેપમાં ખરસડિયા આકાશ ડી. (સુરત)ને સ્વ.વી.ડી.ભંડારીના સ્મરણાર્થે ગં.સ્વ નિર્મળાબેન ભંડા તથા કે.ડી.એમ. આર્ટ ગીફ્ટ એન્ડ હેન્ડીક્રાફ્ટ પારિતોષિક, બેસ્ટ ગ્રાફિકસ માટે મહેતા કૃતિ જે(સુરત)ને સ્વ.ગોપાળભાઈ ટંડેલ પારિતોષિક તથા સ્વ. સમજુબેન લક્ષ્મણભાઈ ઝાપડિયા પારિતોષિક, બેસ્ટ પોટ્રેઈટ માટે ગજ્જર અનંત ડી(સુરત)ને ચિત્રકાર અંબારામ કહાર તથા સ્વ. નીતાબેન જીતેન્દ્રભાઈ વાઘેલા પારિતોષિક, બેસ્ટ ફોટોગ્રાફીમાં પટેલ સુરેશ એન (રાજકોટ)ને ગં.સ્વ નર્મદાબેન કાનજીભાઈ ગોહિત પારિતોષિક અને ગં.સ્વ.મણીબેન નારણદાસ પટેલ પારિતોષિક, વખારિયા નીતા એમ (સુરત)ને બેસ્ટ રિયાલિસ્ટીક માટે સ્વ.જયશ્રીબેન ઠાકોરભાઈ મિસ્ત્રી તથા શ્રીમતી પુણ્યાબેન નરોત્તમદાસ લુહાર પારિતોષિક, ગોહિલ જય બી.(સુરત)ને બેસ્ટ ડ્રોઈંગ માટે ચિત્રકાર ઠાકોરભાઈ મિસ્ત્રી પારિતોષિક અને સ્વ. માતૃશ્રી નંદકોરબેન તથા પિતાશ્રી નાગરભાઈ ઝીણાભાઈ પટેલ પારિતોષિક, બેસ્ટ ભારતીય કલા માટે પટેલ પ્રશાંત એમ (અમદાવાદ)ને શ્રીમતી હરિબેન પુનાભાઈ ધડુક પારિતોષિકથી સન્માનિત કરાશે.
ગુર્જર કલારત્ન એવોર્ડ 2022-23 માટે શિલ્પકાર જ્યંતી લાલભાઈ નાયક અને ચિત્રકાર કાંતિલાલ ખુશાલભાઈ રાણા(મરણોત્તર)ની પસંદગી કરવામાં આવી છે. શિલ્પકાર જ્યંતી નાયકને કલાક્ષેત્રના અમૂલ્ય પ્રદાન બદલ ચિત્રકાર છગનભાઈ વલ્લભભાઈ પટેલ પારિતોષિક અને ચિત્રકાર કાંતિલાલ રાણાને કલાક્ષેત્રની અમૂલ્ય સેવા બદલ શ્રીમતી ચંદ્રાબેન કાંતિસેન શ્રોફ પારિતોષિકથી સન્માનિત કરાશે.