1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશના બે સ્થળઓના બદલાશે નામ – ગૃહમંત્રાલયે આ બબાતે આપી મંજૂરી
ઉત્તરપ્રદેશના બે સ્થળઓના બદલાશે નામ – ગૃહમંત્રાલયે આ બબાતે આપી મંજૂરી

ઉત્તરપ્રદેશના બે સ્થળઓના બદલાશે નામ – ગૃહમંત્રાલયે આ બબાતે આપી મંજૂરી

0
Social Share
  • યુપીમાં બે સ્છથળોના બદલાશે નામ
  • આ બાબતની રજૂઆત બાદ ગૃહમંત્રાલયની મંજૂરી

વખનૌઃ- છેલ્લા ઘણા સમયથી અનેક રાજ્યોના ગામ કે શહેરના નામ બદલાયા હોય તેવી ઘટના જોય છે. અક પછી એક નામ બદલવામાં આવી રહ્યા છએ આવી સ્થિતિમાં હવે ઉત્તરપ્રદેશના બે સ્થળોના નામ બદલવાની રજૂઆતને ગૃહમંત્રાલય દ્રારા પરવાનગી ણળ ીચૂકી છએ.

પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશ સરકારની ભલામણોને પગલે રાજ્યમાં બે સ્થળોના નામ બદલવાની સંમતિ આપી દીધી છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી, ગોરખપુર જિલ્લામાં નગર પરિષદ ‘મુંદેરા બજાર’નું નામ બદલીને ‘ચૌરી-ચૌરા’ અને દેવરિયા જિલ્લાના ‘તેલિયા અફગાન’ ગામનું નામ બદલીને ‘તેલિયા શુક્લા’ કરવામાં આવ્યું છે.

આ બાબતે મંત્રાલયે ‘નો ઓબ્જેક્શન’ સર્ટિફિકેટ જારી કર્યું છે. ગૃહ મંત્રાલય સંબંધિત એજન્સીઓ સાથે પરામર્શ કર્યા પછી વર્તમાન માર્ગદર્શિકા પ્રમાણે  નામ બદલવાની બાબતે વિચાર કરે છે.આ સાથે જ જાણવા મળતી માહિતી પ્રમાણે ગૃહ મંત્રાલય રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ અને સર્વે ઓફ ઈન્ડિયાની સંમતિ લીધા પછી કોઈપણ સ્થળનું નામ બદલવા માટે ‘નો ઓબ્જેક્શન’ પ્રમાણપત્ર આપે છે.

જેમાં ગામ, નગર કે શહેરનું નામ બદલવા માટે એક કાર્યકારી આદેશની જરૂર છે.અધિકારીએ કહ્યું કે રાજ્યનું નામ બદલવા માટે સંસદમાં સાદી બહુમતી સાથે બંધારણીય સુધારો જરૂરી છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ યુપીમાં કેટલાક સ્થળોના નામ બદલાયા હોય તેવું ઘણી વખત જોવા મળ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code