Site icon Revoi.in

દેશમાં 2036ની ઓલિમ્પિક માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ સર્વશ્રેષ્ઠ રહેશેઃ બત્રા

Social Share

અમદાવાદઃ ઓલિમ્પિક 2036ની યજમાની માટે ભારત 6-7 સંભવિત દાવેદારો પૈકી એક છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ના અધ્યક્ષ નરિન્દર બત્રાએ શનિવારે જણાવ્યું કે ઓલિમ્પિક્સ 2036ની યજમાની અંગે આઇઓએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) સાથે વાતચીત કરી રહ્યું છે. તેના ઉદઘાટન સમારોહ માટે અમદાવાદનું (મોટેરા) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સર્વશ્રેષ્ઠ સ્થળ હશે.

ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બત્રાએ વધુમાં દજણાવ્યું હતું કે, હાલ મને કોઇ ઉદઘાટન સમારોહના આયોજન સ્થળ અંગે પૂછે તો તે ચોક્કસપણે મોટેરા સ્ટેડિયમનું નામ જ આપીશ. ભારતમાં ઓલિમ્પિક રમાય તો અમદાવાદથી વધારે સારું બીજું કોઇ સ્ટેડિયમ નથી. 2036 સુધીમાં શું થશે એ તો હું ન કહી શકું પણ હાલના તબક્કે તો ઉદઘાટન સમારોહના સ્થળ તરીકે મોટેરા સ્ટેડિયમનો જ પ્રસ્તાવ મૂકું.

તેમણે ઉમેર્યું કે ડિસેમ્બરમાં આઇઓએની ચૂંટણી બાદ નવા અધ્યક્ષ કાર્યભાર સંભાળે તે પછી ભારતની બિડ માટે એક યોગ્ય પ્રેઝન્ટેશન તૈયાર કરાશે. ઓલિમ્પિક્સની ભારતના 3-4 શહેરમાં યજમાની થઇ શકે છે અને આઇઓએ ઓલિમ્પિક 2036 માટે ભારતની સંભવિત બિડ અંગે આઇઓસી સાથે ચર્ચા કરી રહ્યું છે. ભારતને તક મળવાની શક્યતા ઘણી વધી ગઇ છે.