- સક્કર ટેટી ખાવાના અનેક ફાયદા
- અનેક બીમારીમાં આપે છે રાહત
ઉનાળાની સિઝન આવતાની સાથે જ બજારોમાં રસ વાળા ફળોનું આગમન થતું હોય છે જેમાં તરબુંચ, દ્રાક્ષ અને સક્કર ટેટી વધુ પ્રમાણમાં જોવા મળે છે, આમ તો સક્કર ટેટીનું મૂળ નામ તો ટેટી જ છે ,પરંતુ તેમાં રહેલી સાકર જેવી મીઠાશને કારણે તેને સક્કર ટેટી કહવામાં આવે છે.તેને ખાવાથી શારીરિક ફાયદાઓ થાય છે,
જાણો ટેટી ખાવાના ફાયદા
- ટેટી ખાવાથી બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક બિમારીઓમાંથી રાહત મળી શકે છે
- બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક માટે તે ઉપયોગી છે
- ખાસ કરીને સક્કર ટેટીનો પલ્પ માથામાં લગાવવાથી તે કુદરતી હેર-કન્ડીશનરનું પણ કામ કરે છે.
- આંખો માટે સક્કર ટેટી ખૂબ ઉપયોગી છે. આંખોના મહત્વના હિસ્સા એવા રેટિનાનો ઉંમર વધતાં ઘસારો થાય છે. સક્કર ટેટીમાં ઝેક્સેન્થીન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ આવેલું છે, જે આ ઘસારાને અટકાવે છે.
- સક્કર ટેટીમાં પ્રચૂર માત્રામાં રહેલું બીટા-કેરોટીન અને વિટામીન–સી અસ્થમા સામે રક્ષકરૂપ રહે છે.
- પોટેશિયમ વિટામીન-સી ને કોલાઇન નામનું તત્વ સક્કર ટેટીમાં રહેલું હોવાથી તે હૃદયને લગતી અનેક તકલીફોમાં ઉપયોગી રહે છે.
- ખાસકરીને બ્લડ પ્રેશના દર્દીઓ માટે ટેટી દવાનું કામ કરે છે
- સક્કર ટેટી રેસાયુક્ત અને પાણીયુક્ત હોવાથી પાચનતંત્ર સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે વ્યક્તિઓને કબજિયાત રહેતી હોય, તેમણે પણ સક્કર ટેટી ખાવી જોઇએ.