Site icon Revoi.in

વોટ્સએપમાં નવું ફીચર,કેટલા સમયમાં ફોટો/વીડિયો ડાઉનલોડનો થશે તે સમય પણ બતાવશે

Social Share

વોટ્સએપ પર હંમેશા કોઈને કોઈ પ્રકારનો ફેરફાર અથવા બદલાવ જોવા મળતો જ હોય છે, હવે વોટ્સએપ દ્વારા નવું ફીચર એડ કરવામાં આવ્યું જેમાં હવે યુઝર્સ કોઈ પણ વીડિયો અથવા ફોટો કેટલા સમયમાં ડાઉનલોડ થશે તેનો સમય પણ જોઈ શકશે. આ ફીચર એટલા માટે પણ ખાસ છે કારણ કે થોડા દિવસો પહેલા વોટ્સએપ પર મોટી ફાઈલોના ટેસ્ટિંગની જાણ થઈ હતી. એટલે કે, વપરાશકર્તાઓ ટૂંક સમયમાં એપ્લિકેશન પર મોટી ફાઇલો મોકલી અને પ્રાપ્ત કરી શકશે.

ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધીમાં વોટ્સએપમાં કેટલાક એમબી સુધીની ફાઈલને જ મોકલી શકાતી હતી પણ હવે કંપની 2GB સુધીની ફાઇલો ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં, આ સુવિધા આર્જેન્ટિનામાં બીટા ટેસ્ટર્સને આપવામાં આવી છે.

જો વાત કરવામાં આવે ટેક્નિકની તો અંતિમ રોલઆઉટમાં ફાઇલનું કદ બદલાઈ શકે છે. વોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર, એપ હવે ETA ફીચર પર કામ કરી રહી છે જેના પછી ખબર પડશે કે ફાઇલને ડાઉનલોડ અથવા અપલોડ કરવામાં કેટલો સમય લાગશે.

વોટ્સએપમાં ભવિષ્યમાં આ પ્રકારના ફેરફાર પણ જોવા મળી શકે છે જેમાં આમાંની એક આર્કાઇવ ચેટ છે. આમાંની એક આર્કાઇવ ચેટ આ સુવિધા હાલમાં Android અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, પરંતુ ડેસ્કટોપ પર ઉપલબ્ધ નથી. આ ફીચરની મદદથી યુઝર ચેટને આર્કાઇવ કરી શકે છે.