Site icon Revoi.in

નવી રીતે દર્દીઓની થશે સારવાર- કેન્દ્ર એ કોરોનાની દવાઓના ઉપયોગને લઈને રજૂ કરી ગાઈડલાઈન

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે ત્યારે કોરોનાને લઈને હવે અનેક નિયમો અને દવાઓ પણ બદલતી જઈ રહી છે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે કોરોના વાયરસને લઈને દવાઓ, તેના ઉપયોગ અને સારવારની પદ્ધતિઓ અંગે સંશોધિત માર્ગદર્શિકા બહાર પાડી છે.

આ માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બળતરા વિરોધી અથવા ઇમ્યુનોમોડ્યુલેટરી સારવાર પદ્ધતિઓ જેમ કે સ્ટેરોઇડ્સ સાથે એ પણ જોખમ સંકળાયેલ હોય છે કે તેને ખૂબ પહેલા આપવામાં આવે કે વધુ માત્રામાં આપવામાં આવે અથવા વધુ માત્રામાં આપવામાં આવે તો તેનાથી  બીજી વખત સંક્મિત  થઈ શકાય.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ કોવિડ 19 નેશનલ ટાસ્ક ફોર્સ અને જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપ દ્વારા સુધારેલી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

રેમડેસિવિર ક્યારે લઈ શકાય છે -જાણો

સુધારેલી માર્ગદર્શિકામાં હળવાથી ગંભીર લક્ષણો હોવા પર દર્દીઓમાં રેમડેસિવરના કટોકટી અથવા ‘ઓફ લેબલ’ ઉપયોગને મંજૂરી અપાઈ છે. તેનો ઉપયોગ ફક્ત એવા દર્દીઓમાં જ થઈ શકે છે જેમણે કોઈ લક્ષણો હોવાના 10 દિવસની અંદર ‘રેનલ’ અથવા ‘હેપ્ટિક ડિસ્ફંક્શન’ની ફરિયાદ ન થઈ હોય . તે ચેતવણી આપે છે કે આ દવાનો ઉપયોગ એવા દર્દીઓમાં થવો જોઈએ નહીં જેઓ કૃત્રિમ રીતે ઓક્સિજન લઈ રહ્યા  નથી અથવા ઘરે છે.

દવાની માત્રામાં કરાયો ફેરફાર – કયા કિસ્સામાં કેટલા ડોઝ લેવા

આ માર્ગદર્શિકામાં  જણાવાયું છે કે ઇન્જેક્ટેબલ મેથાપ્રેડનિસોલોન 0.5 થી 01 એમજી-કેજી ના બે ભાગમાં ડોઝ અથવા તેની સમતોલ ડેક્સામેથાસોનની માત્રા હળવાથી મધ્યમ કેસોમાં પાંચથી દસ દિવસ માટે આપી શકાય છે. 01 થી 02 મિલિગ્રામના બે વિભાજિત ડોઝ: સમાન દવાના ડોઝ ગંભીર કિસ્સાઓમાં સમાન સમયગાળા માટે આપવામાં આવી શકે છે.

2 અઠવાડિયા સુધી ઉધરસ રહેતા ટીબીની તપાસ કરાવી જોઈએ

આ ગાઈડલાઈનમાં બ્યુડેસોનાઇડના ‘ઇન્હેલેશન’ ની પણ સલાહ આપવામાં આવી છે. આ દવા એવા કિસ્સામાં આપી શકાય છે જ્યારે રોગ થયા પછી પાંચ દિવસ સુધી તાવ અને ઉધરસ ચાલુ રહે છે. જો બે-ત્રણ અઠવાડિયા પછી પણ ઉધરસ ચાલુ રહે છે, તો દર્દીને ક્ષય રોગ માટે પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે.