Site icon Revoi.in

નવા સંસદભવનનું ઉદ્ધાટન પીએમ મોદીએ નહી પરંતુ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ, રાહુલ ગાંઘીનું નિવેદન

Social Share

દિલ્હીઃ- દેશનું નવું સંસદભવન બનીને તૈયાર થી ચૂક્યું છે ત્યારે આવનારા દિવસોમાં પીએમ મોદી તેનું ઉધ્ટાન કરવાના છે જો કે વિરોધપક્ષને જાણે પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન કરવા દેવું નથી તેવું સામે આવ્યું છે જી હા કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ આ બબાતે નિવેદન આપ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને હોબાળો મચી ગયો છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિએ નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં ઉલ્લેખનીય છે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે તે પહેલા અનેક હંગામાઓ થી રહ્યા છે.

કોંગ્રેસે નવા મકાનને વડાપ્રધાનનો વેનિટી પ્રોજેક્ટ ગણાવ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વડાપ્રધાન મોદીને મળ્યા અને તેમને નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું.હવે પીએમ દ્રારા નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પર વિપક્ષી નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે..

તેઓ કહી રહ્યા છએ કે આ ઉદ્ધાટન માટે  શા માટે પીએમ ને જ  આમંત્રણ આપવામાં આવ્યું? પીએમ સરકારના વડા છે, વિધાનસભાના નહીં. આ બિલ્ડિંગ જનતાના પૈસાથી બનાવવામાં આવી છે, પીએમ એવું વર્તન કરી રહ્યા છે કે જાણે તેમના ‘મિત્ર’ના પૈસાથી આ બનાવેલ છે.આ સહીત AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યું કે વડાપ્રધાન નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કેમ કરશે? લોકસભા અધ્યક્ષ અથવા રાજ્યસભાના અધ્યક્ષે તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ.

જો કે રાહુલ ગાંઘીના આ સવાલ પર બીજેપીએ વળતો પ્રહાર કર્યો છે.ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે સંસદ ભવન બનાવવાનો સમગ્ર પ્રયાસ નરેન્દ્ર મોદીનો છે. રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીનું કોઈ સારું કામ દેખાતું નથી.