દિલ્હીઃ- સંસદની નવી ઇમારતનું નામ ‘પાર્લામેન્ટ હાઉસ ઓફ ઇન્ડિયા’ રાખવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયની સૂચનામાં આ માહિતી આપવામાં આવી છે. સોમવારે જારી કરાયેલા નોટિફિકેશનમાં આ બબાતની જાણકરવામાં આવી છે.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “લોકસભાના અધ્યક્ષને એ જણાવતા આનંદ થાય છે કે સંસદ ભવનની મર્યાદામાં અને પ્લોટ નંબર 118, નવી દિલ્હીમાં વર્તમાન સંસદ ભવનની પૂર્વમાં સ્થિત નવી સંસદ ભવન. જેની દક્ષિણમાં રાયસીના રોડ અને ઉત્તરમાં રેડક્રોસ રોડ છે, તેને ‘ભારતનું સંસદ ગૃહ’ નામ આપવામાં આવ્યું છે. મંગળવારથી સંસદની કાર્યવાહી નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે.
આ સાથે જ નવી સંસદ ભવનને ભારતીય સંસદ ગૃહ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, એમ લોકસભા સચિવાલયની સૂચનામાં જણાવાયું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, તમામ પક્ષોના સાંસદોએ સોમવારે જૂના સંસદ ભવનને વિદાય આપી. મંગળવારથી સંસદની કાર્યવાહી નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી રહી છે.