Site icon Revoi.in

નવી રસી છે જોરદાર અસરકારક, કોરોના સંક્રમિત દર્દીના ફેફસાને નહી થાય નુકસાન: વૈજ્ઞાનિકોનું સંશોધન

Lung virus infection and coronavirus outbreak or viral pneumonia and coronaviruses influenza as a dangerous flu strain cases as a pandemic medical health risk concept with disease cells with 3D render elements.

Social Share

દિલ્લી: કોરોનાવાયરસથી સામાન્ય પબ્લિકને સંક્રમિત થતા બચાવવી અને સંક્રમિત થયા પછી લોકોને જીવ બચાવવો તે વૈજ્ઞાનિક લોકો માટે મોટો પડકાર સાબિત થઈ ગયો હતો. લોકોને બચાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત અવાનવા પરીક્ષણો કરી રહ્યા છે. આવા સમયમાં હવે વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી હોય તેવુ લાગી રહ્યું છે અને કેટલાક અંશે તેમને સફળતા પણ મળી હોય તેવુ લાગી રહ્યું છે.

વાત એવી છે કે કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ લોકોને ફેફસા પર વધારે અસર જોવા મળી રહી છે અને હવે વૈજ્ઞાનિકો દ્વારા એવી વેક્સિન બનાવવામાં આવી છે જે 99.9 ટકા જેટલા કોરોનાવાયરસનો ફેફસામાં જ ખાત્મો બોલાવી દેશે.

ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી સ્થિત મેન્જીન હેલ્થ ઇન્સ્ટિટયુટ કિવન્સલેન્ડના મદદનીશ મુખ્ય સંશોધક પ્રોફેસર નિગેલ મૈકમિલન અને એમની ટીમે અમેરિકાના  સિટિ ઓફ હોપ રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો સાથે મળીને આ વાયરસવિરોધી સારવાર શોધી  છે. આ સારવાર જેના આધારે કામ કરે છે એ ટેકનોલોજી કોવિડના કણોની માહિતી મેળવવા અને એને ખતમ કરવા માટે ગરમી ઇચ્છતી મિસાઇલરૂપે કામ કરે છે. સંશોધક મૈકમિલને કહ્યું કે આ સારવાર-પધ્ધતિથી વાયરસનું નવું ઉત્પાદન અટકી જશે, પરિણામે માણસની જાનહાનિ રોકી શકાશે.

આ સારવાર-પધ્ધતિમાં જિન સાઇલેન્સિંગ આરએનએ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ વર્ષ 1990માં ઓસ્ટ્રેલિયામાં શોધાયેલી આ ટેક્નોલોજી અંતર્ગત જિન સાઇલેન્સિંગ આરએનએનો ઉપયોગ, શ્વસનને લગતા દર્દોના ઉપચારરૂપે કરે છે.

પ્રા. મૈકમિલને આમ જણાવીને ઉમેર્યું કે આ એક એવી ટેકનોલોજી છે કે જે આરએનએના નાના ટુકડાની સાથે કામ કરે છે. આ ટુકડા વાયરસના જિનોમ  સાથે જોડાઇ જાય છે, જેના પરિણામે જિનોમ કામ કરી શકતું નથી અને સંક્રમિત કોશિકાનો નાશ કરે છે.

હાલ કોરોનાવાયરસથી સંક્રમિત થયેલા દર્દીને બચાવવા માટે તામિફુલ, જાનામિવિર, અને રેમડેસિવિર જેવી દવાઓ આપવામાં આવે છે. આ દવાને નેનોપાર્ટિકલ નામે ઓળખાતા ઇન્જેકશન મારફતે દર્દીના કોષોમાં મોકલાય છે, જે એના ફેફસાંમાં જઇ આરએનએ પૂરા પાડનારા કોષોમાં  ઓગળી જાય છે. આરએનએ વાયરસને શોધીને જિનોમનો નાશ કરે છે.

મહત્વની વાત એ છે કે હાલ આ સંશોધન પર વધારે કામ ચાલી રહ્યું છે અને આ દવાની ક્લિનિકલ ટ્રાયલનો તબક્કો ટૂંક સમયમાં હાથ ધરાઈ શકે છે. જો આ સંશોધનમાં વધારે સકારાત્મક પરિણામ આવશે તો તેને વર્ષ 2022 અને 2023 સુધીમાં વિશ્વના બજારમાં મુકી શકાશે.