1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવા બનેલા પુલમાં ખાડા પડ્યા અને રોડપણ બેસી ગયો
અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવા બનેલા પુલમાં ખાડા પડ્યા અને રોડપણ બેસી ગયો

અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવા બનેલા પુલમાં ખાડા પડ્યા અને રોડપણ બેસી ગયો

0
Social Share
  • નવા બનેલા પુલમાં પડ્યા ખાડા
  • ડામર ન વપરાયો હોય તેમ પુલ દબાઈ ગયો
  • કોન્ટ્રાકટર દ્વારા ઓછી ગુણવતાનું મટીરીયલ વાપર્યું હોવાની શંકા

રાજકોટ: અમદાવાદ–રાજકોટ હાઇવે પર બનેલા નવા પુલમાં ખાડા પડ્યા છે. જેમાં અમદાવાદથી બાગોદરા સુધીમાં ભમાશરા ગામે એક જ પુલ તૈયાર કરવામાં આવ્યો છે જેનું તાજેતરમાં 18 નવેમ્બર 2021ના રોજ માર્ગ મકાનના મંત્રી પૂર્ણશ મોદીના વરદ હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. પરતું આ પુલમાં અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને રોડ પરપુલ દબાઈ ગયો છે.

પુલ જોઈને લાગે કે જાણે રોડ બનાવવામાં ડામર વાપરવામાં જ ન આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ રોડ બનાવનાર કોન્ટ્રાકટર દ્વારા ઓછી ગુણવતાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેવું લાગી રહયું છે. ત્યારે હાઇવે પર અનેક પુલ બનાવવાના બાકી છે. અને જો આવું જ કામ થશેતો હાઇવે પરના રોડ લાંબો સમય ટકશે નહી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code