અત્યાર સુધીમાં થઈ ગયેલા મોટાભાગના વિદ્વાન અને જ્ઞાનિ સંત અને અત્યારે જે હયાત છે તે દરેક કહે છે કે આવનારા સમયમાં જ્યારે કળિયુગ પોતાની ચરમસીમા પર હશે ત્યારે ધર્મ અને કર્મ એક જ વસ્તુ એવી હશે કે જે તમારી રક્ષા કરશે અને એ જ તમને તારશે. અત્યારે પણ કળિયુગ તો ચાલી જ રહ્યો છે પણ દરેક લોકો વિચારે છે કે આવનારા સમયમાં કળિયુગ કેવો હશે અને તે સમયે શું શુ થઈ શકે છે. તો અત્યારે આપણે આ વિશે વાત કરીશુ.
ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, પૃથ્વી પર 4 યુગો આવશે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. સતયુગમાં પૃથ્વી પર ધર્મનું વર્ચસ્વ હતું. ત્રેતાયુગમાં ધર્મની સાથે અધર્મ પણ વ્યવહારમાં આવ્યો હતો. દ્વાપરયુગમાં અધર્મ અને પાપે પૃથ્વી પર પોતાનું સ્થાન બનાવ્યું અને અત્યારે કળિયુગમાં પૃથ્વી પર ધર્મ કરતાં પાપ વધુ છે. ગીતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે પણ પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન પૃથ્વીનું કલ્યાણ કરવા અવશ્ય આવશે.ઉલ્લેખનીય છે કે હિંદુ શાસ્ત્રો અનુસાર અત્યાર સુધીમાં 3 યુગ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ પસાર થઈ ગયા છે અને જે ચાલી રહ્યો છે તે કળિયુગ છે. પુરાણો અનુસાર કળિયુગ સાથે જ દુનિયાનો અંત આવશે. કળિયુગમાં પૃથ્વી પર અન્ય યુગ કરતાં અધર્મ અને પાપ વધુ વધશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં પૃથ્વી પર કળિયુગ આના કરતા પણ વધુ ખતરનાક હશે.
શાસ્ત્રના જાણકાર અનુસાર ગીતામાં 4 લાખ 32 હજાર વર્ષના કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે કળિયુગના અત્યાર સુધીમાં માત્ર 5122 વર્ષ જ પૂરા થયા છે. કળિયુગના આ થોડા વર્ષોમાં એવું લાગે છે કે પાપ ચરમસીમાએ છે. પરંતુ ભીષણ કળિયુગમાં પૃથ્વી પર એસિડનો વરસાદ થશે, જેના કારણે છોડ અને પ્રાણીઓ મૃત્યુ પામશે અને માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને ખાઈ જશે. પૈસાનું મહત્વ વધશે અને ધરતી પરથી ધર્મ, દયા અને માનવતાનો સંપૂર્ણ અંત આવશે. પારિવારિક સંબંધો નામના જ રહેશે. વેદોનું ખોટું અર્થઘટન થશે. બાળકો તેમના માતાપિતાની સેવા કરશે નહીં.
જો કે મહત્વની વાત એ છે કે કળિયુગમાં પણ જો બાળકોને સારા સંસ્કાર અને તાલિમ આપવામાં આવે, લોકો પોતાનો મોહ અને છલકપટ ભૂલી જાય, કોઈ કોઈનું અહિત ન ઈચ્છે, લોકો રૂપિયા કરતા સંબંધો અને પ્રેમને મહત્વ આપે અને આવા અનેક સદકર્મ કરે ત્યારે કહી શકાય આ જ ધર્મના આધારે તમે કળિયુના સાગરને તરી જશો.