Site icon Revoi.in

ઉત્તર ભારતમાં આગામી બે દિવસ ઠંડીનું મોજુ,હવામાન વિભાગે આપી માહિતી

Social Share

દિલ્હી :આગામી બે દિવસમાં ઉત્તર ભારતમાં સિઝનની પ્રથમ શીત લહેર જોવા મળી શકે છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોમાં કોલ્ડવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બે દિવસ સુધી લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અથવા સામાન્ય કરતાં 4.5 ડિગ્રી નીચું જાય ત્યારે હવામાન વિભાગ શીત લહેર જાહેર કરે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીથી ઓછું હોય ત્યારે પણ મેદાની વિસ્તારોમાં શીત લહેર જાહેર કરવામાં આવે છે.

દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 17 નવેમ્બરના રોજ ઘટીને 9.6 ડિગ્રી અને રવિવારે 9.8 ડિગ્રી થયું હતું, બંને દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું હતું. આર.કે.જેનામણીના મત મુજબ, દિલ્હીમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે, પરંતુ કોલ્ડવેવની કોઈ શક્યતા નથી. જો કે હરિયાણા અને પંજાબમાં ઠંડીનું મોજું નોંધાઈ શકે છે. સોમવારે લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી હતું. હરિયાણાના હિસારમાં સોમવારે 7.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું હતું.

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના નીચલા ટ્રોપોસ્ફિયર પર ચક્રવાતનું પરિભ્રમણ રચાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસમાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ તમિલનાડુ કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. એક ટર્ફ લાઇન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની પડોશમાં ચક્રવાતી પરિભ્રમણથી તમિલનાડુના કિનારા સુધી વિસ્તરે છે. જેના કારણે આગામી 5 દિવસ દરમિયાન કર્ણાટક, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે

હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામણીએ જણાવ્યું હતું કે, મેદાની વિસ્તારોમાં ઠંડી હવા પ્રવેશવાની ધારણા છે. જો કે, દિલ્હીમાં હાલ શીત લહેર રહેશે નહીં, પરંતુ લઘુત્તમ તાપમાન ઘટીને 8 થી 9 ડિગ્રીની આસપાસ રહેશે, જે સામાન્ય કરતા 3 થી 4 ડિગ્રી ઓછું છે. આ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં શીત લહેરોની સંભાવના છે.