ઓમિક્રોનથી વધારે સંક્રામક અને જીવલેણ રહેશે આગામી વેરિએન્ટ: WHO
- ઓમિક્રોન વેરિયન્ટને લઈને WHOની ચેતવણી
- લોકોએ સતર્ક રહેવાની જરૂર
- આગામી વેરિયન્ટ વધારે જોખમી હશે
અમદાવાદ: કોરોનાના નવા વેરિયન્ટને લઈને WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે. WHO દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાનું ઓમિક્રોન વેરિએન્ટ અંતિમ નથી તેના અન્ય વેરિએન્ટ પણ સામે આવી શકે છે. ડબલ્યૂએચઓની (WHO) ટેકનિકી વિશેષજ્ઞ ડોક્ટર મારિયા વેન કેરખોવે એ ચેતવણી આપી છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા મારિયાએ કહ્યું કે અમને વાયરસ વિશે ઘણી જાણકારીઓ છે પણ બધી ખબર નથી. જેવું કે આપણે અત્યાર સુધી જોયું કે દરેક નવો વેરિએન્ટ પોતાની સાથે કેટલીક નવી ચીજો, નવા લક્ષણો, નવી ખાસિયતો લઇને આવી રહ્યો છે.
દુનિયાભરમાં હજુ પણ ઓમિક્રોનના ચાર સ્વરૂપ સંક્રમણ ફેલાવી રહ્યા છે. જેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. જોવામાં આવી રહ્યું છે કે કઇ-કઇ રીતથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે.
લગભગ એક વર્ષ પછી દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનની જાણ થઇ હતી. જે સૌથી ઝડપથી ફેલાવનાર વેરિએન્ટ છે. તેનાથી દર્દી ગંભીર બીમાર તો પડી રહ્યો નથી પણ તેના સ્પાઇક પ્રોટિનમાં 30થી વધારે મ્યૂટેશન છે. તેનાથી આ વેક્સીનથી મળેલી ઇમ્યુનિટીને પણ ચકમો આપી રહી છે.