લશ્કર-એ-તૈયબાને ગુપ્ત દસ્તાવેજ આપવા મામલે NIAએ પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીની કરી અટકાયત
નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા એક પૂર્વ ઉચ્ચ અધિકારીને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનના એક ઓવરગ્રાઉન્ડ સભ્યને ગુપ્ત દસ્તાવેજ લીક કરવાના આરોપસર ઝડપી લેવાયા છે. આરોપીની ઓળખ પૂર્વ પોલીસ અધિક્ષક અરવિંદ દિલ્વિજય નેગી તરીકે થઈ છે. આ પહેલા એનઆઈએએ આ પ્રકરણમાં છ આરોપીઓની ધરપકડ કરી હતી. NIAની કામગીરીથી ખળભળાટ મચી ગયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર 2011 આઈપીએસ બેચના પ્રમોટ એક પોલીસ અધિકારી નેગીને 6 નવેમ્બરે એનઆઈએ તરફથી નોંધવામાં આવેલા મામલા સંદર્ભે પકડ્યાં છે. આ મામલો ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓની યોજના બનાવવા અને અંજામ આપવા આપવામાં મદદ કરવા માટે લશ્કર-એ-તૈયબાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સના નેટવર્કના પ્રસારમાં જોડાયેલો છે. એનઆઈએ દ્વારા નેગીની ભૂમિકાની તપાસ કરવામાં આવી હતી. તેમના ઘરે પણ તપાસી લેવામાં આવી હતી. એનઆઈએની તપાસમાં નેગીએ ગુપ્ત દસ્તાવેજ અન્ય આરોપીને આપ્યાનું ખૂલ્યું હતું. એનઆઈએ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જમ્મુ-કાશ્મીર પોલીસની મદદથી આતંકવાદી પ્રવૃતિને લઈને 3 સ્થળો ઉપર તપાસ કરવામાં આવી હતી.
એનઆઈએના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં લશ્કર અને ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ ટીઆરએફના કમાન્ડર સઝ્ઝાદ ગુરલ, સલીમ રહમાની અને સૈફુલ્લા સાજીદ ભટ્ટ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ માટે જમ્મુ-કાશ્મીરના યુવાનોને કટ્ટરપંથી બનાવા ભરતી કરી રહ્યાં છે. એનઆઈએએ આ પ્રકરણમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. એનઆઈએના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યાં છે.