Site icon Revoi.in

 દિવાળીના આગલા દિવસની રાતને નરક ચતુર્દશી કહેવાય છે, જાણો નરકથી બચવા માટે યમ દિપકનું શું છે ખાસ મહત્વ

Social Share

હિન્દુ કેલેન્ડર મુજબ, નરક ચતુર્દશીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીને છોટી દિવાળી, કાળી ચૌદસ સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે. અનેક પંડિત નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે નરક ચતુર્દશી પર યમરાજની વિશેષ પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં નરકમાંથી બચવા માટે યમ દીપકનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે યમની વિશેષ પૂજા કરવાથી આત્માઓને મોક્ષ મળે છે. 

નરક ચતુર્દશીનું જાણો મહત્વ

બીજી માન્યતા પ્રમાણે નરક ચતુર્દશીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો અને લગભગ 16 હજાર મહિલાઓને તેમની કેદમાંથી મુક્ત કરીને બચાવી હતી. આથી દિવાળીના એક દિવસ પહેલા નરક ચતુર્દશી ઉજવવામાં આવે છે.

નરક ચતુર્દશીની સાંજે ઘરના દરવાજા પર દીવો પ્રગટાવવાની પરંપરા છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરની સૌથી વૃદ્ધ વ્યક્તિએ ચોટી દિવાળીની સાંજે દીવો પ્રગટાવવો જોઈએ અને આખા ઘરમાં દીવો કરવો જોઈએ. વડીલો દીવો ફેરવતી વખતે ઘરની બહાર આવે છે અને તેને ક્યાંક દૂર રાખે છે.